ગોત્રીમાં ફરી પાણીની લાઈનમાં ભંગાણ : હજારો લિટર પાણી વેડફાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Water Waste : વડોદરાના ગોત્રી વિસ્તારમાં હરીનગર બ્રિજ નીચે પાણીની લાઈનમાં વધુ એક વખત ભંગાણ સર્જાતા હજારો લિટર ચોખ્ખું પાણી વહી ગયું હતું. પાણી રસ્તા પર ફરી વળતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણીની લાઈનમાં ભંગાણના કારણે આસપાસના વિસ્તારોમાં પાણીના દબાણની સમસ્યા પણ સર્જાઈ હતી.
એક તરફ શહેરમાં પાણીની સમસ્યાને લઈને લોકોની ફરિયાદો સામે આવતી રહે છે, ત્યારે બીજી તરફ પાલિકાની પાણીની લાઈનોમાં વારંવાર ભંગાણ સર્જાતા ચોખ્ખા પાણીનો બેફામ બગાડ થઈ રહ્યો છે.
હરીનગર બ્રિજ નીચે અગાઉ પણ પાણીની લાઈનમાં ભંગાણની ઘટનાઓ બની ચૂકી છે. લાઈનોના સમારકામ બાદ પણ ફરી ભંગાણ સર્જાતું હોય તો કાયમી ઉકેલ માટે પાલિકા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે.
ચોખ્ખું પાણી રસ્તા પર વહી જતાં પાણીનો બગાડ થયો હતો, જ્યારે રસ્તા પર પાણી ભરાવાથી વાહનવ્યવહારને પણ અસર પહોંચી હતી. વારંવારની આવી ઘટનાઓને પગલે પાણીની લાઈનોની ગુણવત્તા, જાળવણી અને સમારકામની કામગીરી સામે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.




