Baroda

શેઠે પગાર વધારવાની ના પાડતા ઉશ્કેરાયેલા કર્મચારીએ કારને તોડફોડ કરી મારી નાખવાની ધમકી આપી

By GS Team
8 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરામાં ઇન્સ્યોરન્સ એજન્ટ જતીન પટેલે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમના પૂર્વ કર્મચારી માલવ પટેલે પગાર વધારાના દબાણને કારણે 3જી તારીખે નોકરી છોડી દીધી હતી. બાદમાં તેણે જતીનભાઈના ભાઈની 2 કારના કાચ અને લાઈટો બેટ વડે તોડી નાખી હતી. રોકવા જતાં માલવ જતીનભાઈની કારને ટક્કર મારીને ભાગી ગયો, જેમાં મૂકેલા 2 લાખ રૂપિયા પણ ગાયબ હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

શેઠે પગાર વધારવાની ના પાડતા ઉશ્કેરાયેલા કર્મચારીએ કારને તોડફોડ કરી મારી નાખવાની ધમકી આપી

Vadodara : વડોદરાના માંજલપુર નીલામણી રેસીડેન્સીમાં રહેતા જતીન રમેશભાઈ પટેલ ઇન્સ્યોરન્સ એજન્ટ છે અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું જેથી અમારી ઓફિસમાં માલવ દિલીપકુમાર પટેલ (રહે-જાસપર હોમ્સ, સેવાસી રોડ) આઠ વર્ષથી નોકરી કરે છે. આ સમય દરમ્યાન તેઓ ત્રણથી ચાર વખત નોકરી છોડીને જતા રહ્યા તમને એકાદ મહિનામાં પાછા આવી જતા તેઓને હું નોકરી રાખી લેતો હતા અને તેઓને 1 લાખ પગાર આપતા હતો. પરંતુ મેં 2026 1.25 લાખ પગાર આપવાનું શરૂ કર્યું હતું તેમ છતાં તેઓ પગાર વધારવા માટે દબાણ કરતા હતા. અમે ના પાડી દીધી હોવાથી 3જી તારીખના રોજ નોકરી આવવાનો છોડી દીધું હતું.
ગઈકાલે માલવ પટેલે મારા ભાઈની એક કારનો કાચ તથા બીજી કારની બધી લાઈટો બેટ વડે તોડી નાખી હતી. મેં તેને રોકવા જતા તે મારી કારને ટક્કર મારીને ભાગી ગયો હતો. મારી કારની અંદર મુકેલા રોકડા બે લાખ પણ ગાયબ હતા મારું માનવું છે કે આ રૂપિયા માલવ પટેલ ચોરી ગયો છે.