રેલવે સ્ટેશનના પાર્સલ વિભાગ પાસે પાર્કિંગના નામે વસૂલાતનો આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Railway Station : વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-7 નજીક આવેલા પાર્સલ વિભાગ પાસે મોપેડ પાર્કિંગને લઈને વિવાદ સર્જાયો છે. પાર્સલની પૂછપરછ માટે મોપેડ લઈને પહોંચેલી એક મહિલાના પતિએ આક્ષેપ કર્યો હતો કે મોપેડ પાર્ક કરવા માટે તેમની પત્ની પાસેથી રૂ.100 અથવા રૂ.500ની માંગણી કરવામાં આવી હતી. અંતે એમણે રૂ.100 ઓનલાઈન ચૂકવ્યા હતા.
મહિલાના પતિના જણાવ્યા મુજબ, જે સ્થળે મોપેડ પાર્ક કરવામાં આવ્યું હતું ત્યાં ‘નો પાર્કિંગ’નું કોઈ બોર્ડ કે સ્પષ્ટ સૂચના લગાવવામાં આવી ન હતી. તેમ છતાં પાર્કિંગના નામે રૂપિયા વસૂલવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પાર્સલની સામાન્ય પૂછપરછ માટે આવેલા મુસાફરો પાસેથી આ રીતે નાણાં વસૂલવામાં આવતા હોય તો રેલવે તંત્ર દ્વારા તેની તપાસ કરવી જોઈએ તેવી માંગ પણ ઉઠી છે.




