Baroda
મહારાષ્ટ્રની બસ બાદ વડોદરામાં મધ્ય પ્રદેશની બસે 4 વાહનને અડફેટમાં લીધા
By GS Team
11 Jul 20261 min read
વડોદરામાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. હરણી રોડ પર ગત રાત્રે મધ્યપ્રદેશની બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. પરિણામે, બસ એક પછી એક 4 કાર સાથે ભટકાઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ બસ ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આથી, મુસાફરો 2 કલાક સુધી અટવાયા હતા. હરણી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Accident : વડોદરામાં અકસ્માતના બનાવો સતત બની રહ્યા છે ત્યારે એક સપ્તાહ પહેલા મહારાષ્ટ્રની બસની બ્રેક ફેલ થતાં ફતેગંજ બ્રિજ ઉપર ત્રણ વાહનો સાથે અકસ્માતનો બનાવ બન્યો હતો. ગઈ રાત્રે મધ્યપ્રદેશની બસનો અકસ્માત થતા ચાર વાહનોને નુકસાન થયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ મધ્યપ્રદેશની બસ હળની રોડ પરથી પસાર થતી હતી ત્યારે ડ્રાઇવરે સ્ટિઅરીંગ પરનો કાબુ ગુમાવતા બસ એક પછી એક ચાર કાર સાથે ભટકાઈ હતી.
સારા નસીબે આ બનાવવામાં કોઈને ઈજા થઈ ન હતી. પરંતુ બનાવ બાદ ગભરાયેલો બસ ડ્રાઇવર સ્થળ પરથી ભાગી છુટ્યો હતો. જેને કારણે બસના મુસાફરો દોડતી બે કલાક સુધી અટવાયા હતા. હરણી પોલીસે બનાવ અંગે કાર્યવાહી કરી હતી.