Baroda

૧૫ વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે આરોપીની અટકાયત

By GS Team
15 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાના વાઘોડિયા રોડ પર 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર 24 વર્ષના પ્રફુલ બારિયાની કપૂરાઈ પોલીસે ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા થકી પરિચય કેળવી, આરોપીએ સગીરાને ધમકાવી સોસાયટીના પાર્કિંગ અને વાંસ તળાવ નજીક ઇકો કારમાં 3 વખત દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો નોંધી, મેડિકલ તપાસ અને FSL માટે કાર જપ્ત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

૧૫ વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે આરોપીની અટકાયત

શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવાના આરોપસર કપૂરાઈ પોલીસે ૨૪ વર્ષના યુવક સામે બળાત્કાર અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે.

ફરિયાદ મુજબ, ધોરણ-૧૦માં અભ્યાસ કરતી સગીરાનો સોસાયટીમાં જ રહેતા આરોપી પ્રફુલ બારિયા સાથે સોશ્યલ મીડિયા મારફતે પરિચય થયો હતો. બાદમાં આરોપીએ સગીરા તેમજ તેના પરિવારને માર મારી નાખવાની ધમકી આપી સગીરા સાથે સોસાયટીના પાર્કિંગમાં તેમજ વાંસ તળાવ નજીક ઇકો કારમાં ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે.

આ મામલે સગીરાના પિતાએ કપૂરાઈ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે બળાત્કાર અને પોક્સો અધિનિયમ સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપી છૂટક ડ્રાઇવિંગનું કામ કરે છે.

પોલીસે આરોપીની અટકાયત કરીને આરોપી અને ભોગ બનનાર બંનેનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું છે. એફએસએલ તપાસ માટ ઘટનામાં વપરાયેલી ઇકો કાર કબજે લીધી  છે. ઉપરાંત, ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ કબજે કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.