Baroda

માત્ર પાંચ મિનિટમાં જ ટુ વ્હીર ચોરીને આરોપી ફરાર

By GS Team
7 Jul 20261 min read
TukuTouch Logo
શહેરમાં વાહનચોરોનો તરખાટ યથાવત છે. રાવપુરા જી.પી.ઓ. પાસે કુરિયર ઓફિસ બહાર પાર્ક કરેલું ટુ-વ્હીલર માત્ર 5 મિનિટમાં ચોરાઈ ગયું. વારસિયાના 63 વર્ષીય કનૈયાલાલ નૌલાણી દુકાન માલિકનું વાહન કુરિયર કરવા ગયા હતા. રાવપુરા પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માત્ર પાંચ મિનિટમાં જ ટુ વ્હીર ચોરીને આરોપી ફરાર

શહેરમાં વાહનચોરોનો ત્રાસ વધી ગયો છે. રાવપુરા વિસ્તારમાં માત્ર ૫ મિનિટના ગાળામાં જ ટુ વ્હીલર ચોરીને આરોપી ફરાર થઇ ગયો હતો.
વારસિયા સિદ્ધિ કો.ઓ. બેંક પાસે રહેતા ૬૩ વર્ષના કનૈયાલાલ જેઠાભાઇ નૌલાણી રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે આવેલી ફૂટવેરની દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. ગઇકાલે તેઓ દુકાન માલિકનું ટુ વ્હીલર લઇને સાંજે રાવપુરા જી.પી.ઓ. પાસે આવેલા કુરિયરની ઓફિસમાં કુરિયર કરવા ગયા હતા. કુરિયરની ઓફિસની બહાર ટુ વ્હીલર પાર્ક કરીને તેઓ કામ પતાવીને માત્ર ૫ મિનિટમાં જ પરત આવી ગયા હતા. તે દરમિયાન ચોર તેમનું ટુ વ્હીલર ચોરી ગયો હતો. જે અંગે રાવપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.