મોબાઇલમાં સોફ્ટવેર અપડેટનું લખાણ આવ્યું અને રૂ.89,522 ઉપડી ગયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Cyber Fraud : વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ પર રહેતા 52 વર્ષીય નિવૃત્ત અનિલ હેમનાની સાથે મોબાઇલમાં સોફ્ટવેર અપડેટનું લખાણ આવ્યા બાદ રૂ.89,522ની સાયબર છેતરપિંડી થઈ હતી. આ મામલે કપૂરાઈ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અનિલ હેમનાનીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 24 સપ્ટેમ્બરે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં તેમના મોબાઇલ ફોનમાં સોફ્ટવેર અપડેટ કરવાનું લખાણ આવ્યું હતું. ત્યારબાદ મોબાઇલ ફોન હેક થઈ ગયો હતો. આ દરમિયાન તેમના ગૂગલ પે ખાતામાંથી ‘સાઇસ્તા ડુ સાગીર’ નામના યુઝર આઈડી પર ત્રણ વખત નાણાકીય વ્યવહાર કરવામાં આવ્યા હતા.
મોબાઇલમાંથી નાણાં ઉપડી ગયાની જાણ થતાં અનિલ હેમનાનીએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. આ રીતે કુલ રૂ.89,522ની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. ફરિયાદના આધારે કપૂરાઈ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી સાયબર છેતરપિંડીના મામલે તપાસ શરૂ કરી છે.




