Baroda
વડોદરાના બિલ વિસ્તારમાં માર્ગ બેસી જતા મોટો ભૂવો પડ્યો
By GS Team
11 Jul 20261 min read
વડોદરાના વોર્ડ 12માં આવેલા બિલ વિસ્તારમાં વધુ એક માર્ગ બેસી ગયો છે. બિલ નવી પાણીની ટાંકી નજીક ઓરો રેસીડેન્સીથી ઓરો પ્રાઇમ સોસાયટી તરફ જતો 12 ફૂટ લાંબો અને 7 ફૂટ પહોળો રસ્તો અચાનક બેસી જતાં મોટો ભૂવો પડ્યો હતો. આથી વાહનવ્યવહાર બંધ કરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી હતી. કોંગી કાર્યકરે વિકાસકાર્યોમાં ગુણવત્તા ન જળવાતી હોવાનો આક્ષેપ કર્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Pothole : વડોદરા શહેરના વોર્ડ નંબર 12માં આવેલા બિલ વિસ્તારમાં વધુ એક માર્ગ બેસી ગયો છે. બિલ નવી પાણીની ટાંકી નજીક ઓરો રેસીડેન્સીથી ઓરો પ્રાઇમ સોસાયટી તરફ જતા માર્ગ પર અંદાજે 12 ફૂટ લાંબો અને 7 ફૂટ પહોળો ભાગ અચાનક બેસી જતાં મોટો ભૂવો સર્જાયો હતો.
ઘટનાના પગલે સુરક્ષાના કારણોસર માર્ગની એક તરફનો વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કોંગી કાર્યકરે આક્ષેપ કર્યો કે વિકાસકામોમાં જરૂરી ગુણવત્તા જળવાતી નથી. કામ દરમિયાન પૂરતું સુપરવિઝન પણ થતું નથી. હવે ફરી સમારકામ માટે જાહેર નાણાં ખર્ચવા પડશે.