Baroda

તાંદળજાના આશિયાના નગર પાસે માર્ગ પર વિશાળ ભૂવો પડ્યો, એક તરફનો માર્ગ બંધ કરાયો

By GS Team
9 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાના તાંદળજા વિસ્તારમાં આશિયાના સોસાયટી નજીક મુખ્ય માર્ગ પર મોટો ભૂવો પડ્યો છે. ભૂવામાંથી ડ્રેનેજનું પાણી વહેતા રસ્તો વધુ ધસવાની ભીતિ છે. સ્થાનિકોએ સલામતી ખાતર વાહનવ્યવહાર બંધ કરતા ટ્રાફિક જામ થયો હતો. વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. તાત્કાલિક સમારકામ ન થાય તો મોટા અકસ્માતનો ભય છે, જેથી લોકોએ તંત્ર પાસે ઝડપી કાર્યવાહીની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તાંદળજાના આશિયાના નગર પાસે માર્ગ પર વિશાળ ભૂવો પડ્યો, એક તરફનો માર્ગ બંધ કરાયો

Vadodara Corporation : વડોદરા શહેરના તાંદળજા વિસ્તારમાં આશિયાના સોસાયટી પાસે માર્ગ પર વિશાળ ભૂવો પડ્યો છે.
ભૂવામાંથી ડ્રેનેજનું પાણી સતત વહેતું જોવા મળતાં માર્ગ વધુ ધસી જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અકસ્માત ટાળવા માટે સ્થાનિકોએ સુરક્ષાના ભાગરૂપે રસ્તાની એક તરફનો વાહન વ્યવહાર બંધ કરી દીધો હતો. જેના કારણે વિસ્તારમાં ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સ્થાનિકોનું કહેવું છે કે ભૂવો પડ્યા બાદ માર્ગ પરથી પસાર થવું જોખમી બની ગયું છે. જો તાત્કાલિક સમારકામ નહીં કરવામાં આવે તો વધુ મોટો અકસ્માત સર્જાઈ શકે છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક સ્થળનું નિરીક્ષણ કરીને ભૂવાનું સમારકામ કરવા માગ કરી છે.