Baroda

અકોટામાં સગીરને સાથે રાખી પાંચ મોબાઇલ અને બુટ્ટીઓ ચોરનાર રીઢો ચોર પકડાયો

By GS Team
5 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરાના અકોટા વિસ્તારમાં 1લી ઓક્ટોબરે સમન્વય અનંતમ સાઇટ પર થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે CCTV ફૂટેજ આધારે રીઢા ચોર કૃણાલ ગોદડીયા અને એક સગીરને સ્કૂટર પર ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 3 મોબાઈલ અને સોનાની બુટ્ટીઓ જપ્ત કરવામાં આવી છે. કૃણાલ સામે અગાઉ પણ 5 ચોરીના ગુના નોંધાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અકોટામાં સગીરને સાથે રાખી પાંચ મોબાઇલ અને બુટ્ટીઓ ચોરનાર રીઢો ચોર પકડાયો

વડોદરાના અકોટા વિસ્તારમાં તાજેતરમાં થયેલી ચોરીના બનાવનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.સગીરને સાથે રાખી ચોરી કરનાર રીઢા ચોરને પોલીસે શોધી કાઢી તેની પાસે ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અકોટા-મુજમહુડા વિસ્તારમાં નવી બંધાતી સમન્વય અનંતમ સાઇટ પરથી ગઇ તા.૧લીએ રાત્રે પાંચ મોબાઇલ અને મહિલાના કાનની સોનાની બુટ્ટીઓ ચોરાઇ જવાનો બનાવ બન્યો હતો.ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય સોર્સ મારફતે રીઢા ગુનેગાર કૃણાલ વિનોદભાઇ ગોદડીયા(કહાર મહોલ્લો,નવાપુરા) અને એક સગીરને સ્કૂટર પર ઝડપી પાડી ત્રણ ફોન અને બુટ્ટી કબજે કર્યા છે.આરોપી કૃણાલ સામે અગાઉ પણ રાવપુરા,અકોટા,કુંભારવાડા અને નવાપુરામાં ચોરીના પાંચ ગુના નોંધાયા હતા.