Baroda

ગોરવાની ફેક્ટરીમાંથી સાધનો અને કેમેરા ચોરનાર રીઢો ચોર પકડાયો,14ગુનામાં સંડોવણી

By GS Team
29 Jul 20261 min read
TukuTouch Logo
ક્રાઈમ બ્રાન્ચે ગોરવાની ફેક્ટરીમાંથી ચોરી કરનાર રીઢા ગુનેગાર દિવ્યાંગ ઉર્ફે નાનુ રાણા અને તેના સાગરીત અંકિત સેલાતને ઝડપી પાડ્યા છે. ખાસવાડી સ્મશાન પાસેથી બાઇક પર જતા તેમને રોકી તપાસ કરતા કેમેરાના પાર્ટ્સ અને અન્ય સાધનો મળ્યા હતા. એક સપ્તાહ પહેલાં ગોરવા GIDCની બંધ ફેક્ટરીમાંથી પિત્તળના બુસ અને કેમેરા સહિત કુલ ₹2.20 લાખનો મુદ્દામાલ ચોર્યો હતો. દિવ્યાંગ સામે અગાઉ 14 ગુના નોંધાઈ ચૂક્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોરવાની ફેક્ટરીમાંથી સાધનો અને કેમેરા ચોરનાર રીઢો ચોર પકડાયો,14ગુનામાં સંડોવણી

ગોરવાની ફેક્ટરીમાંથી ચોરી કરનાર રીઢા ગુનેગાર અને તેના સાગરીતને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.
ખાસવાડી સ્મશાન પાસે બાઇક પર જતા દિવ્યાંગ ઉર્ફે નાનુ વિરબહાદૂર રાણા(વૃન્દાવન સોસાયટી,રણોલી) અને તેના સાગરીત અંકિત વિભાકર સેલાત(અમિતનગર સોસાયટી,કારેલીબાગ)ને પોલીસે અટકાવી તપાસ કરતાં તેમની પાસેથી કેમેરાના પાર્ટ્સ અને અન્ય સાધનો મળી આવ્યા હતા.
વધુ તપાસ દરમિયાન તેમણે એક સપ્તાહ પહેલાં ગોરવા બીઆઇડીસીની બંધ ફેક્ટરીના પતરાં તોડી અંદરથી પિત્તળના બુસ,કેમેરા સહિતની ચીજો ચાર્યાની વિગતો બહાર આવી હતી.પોલીસે તેમની પાસેથી કુલ રૃ.૨.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.આ પૈકી દિવ્યાંગ સામે અગાઉ ૧૪ જેટલા ગુના નોંધાયા હોવાની અને ત્રણ વાર પાસા હેઠળ જેલ પણ જઇ આવ્યો હોવાની વિગતો ખૂલી છે.