Baroda

મંદિરે દર્શન કરીને પરત ઘરે જતા વૃદ્ધાના ગળામાંથી સોનાના અછોડાની લૂંટ

By GS Team
22 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના આજવા રોડ પર ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં 70 વર્ષના જશીબેન રોહિત સવારે 6:50 વાગ્યે શુરપાણેશ્વર મંદિરે દર્શન કરી ઘરે પરત ફરતા હતા. ત્યારે કાળા શર્ટ પહેરેલા એક અજાણ્યા શખ્સે તેમના ગળામાંથી 10 ગ્રામનો સોનાનો અછોડો ઝૂંટવી લીધો. આરોપી પોતાના સાથીદારની બાઇક પર આજવા રોડ તરફ ભાગી છૂટ્યો હતો. બાપોદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મંદિરે દર્શન કરીને પરત ઘરે જતા વૃદ્ધાના ગળામાંથી સોનાના અછોડાની લૂંટ

Vadodara Chain Snatching : વડોદરાના આજવા રોડ પર આવેલી ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતા 70 વર્ષના જશીબેન કરસનભાઈ રોહિતે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, નિત્યક્રમ મુજબ હું 23 ઓગસ્ટ, 2026ના રોજ સવારે હું અમારી સોસાયટીના નાકા પાસે આવેલા શુરપાણેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા ગઈ હતી. દર્શન કરીને સવારે આશરે 6:50 વાગ્યે હું ઘરે પરત ફરી રહી હતી, ત્યારે પાછળથી કાળા કલરનું ટપકાંવાળું શર્ટ પહેરેલો એક અજાણ્યો શખ્સ આવ્યો. તેણે અચાનક જ મારા ગળામાં હાથ નાખીને 10 ગ્રામનો સોનાનો અછોડો ઝૂંટવી લીધો અને તોડી નાખ્યો. અછોડો ઝૂંટવીને એ આરોપી થોડે દૂર ઊભેલા પોતાના સાથીદારની કાળા કલરની બાઇક પાછળ બેસીને આજવા રોડ તરફ ભાગી છૂટ્યો હતો.