કલાલીમાં રાત્રે ચાલવા નીકળેલા વૃદ્ધના ગળામાંથી સોનાના અછોડાની ચીલ ઝડપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા કલાલી વિસ્તારમાં આવેલી સત્વસહજ સોસાયટીમાં રહેતા સિનિયર સિટીઝન કનકભાઈ જયંતિલાલ પરીખે (ઉં.વ. 69) અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 26 સપ્ટેમ્બર 2026ના રોજ રાત્રે આશરે સવા આઠ વાગ્યે હું જમીને મારા મિત્ર ઇન્દ્રભૂષણ શર્મા સાથે સોસાયટી બહાર ચાલવા માટે નીકળ્યો હતો.
પોણા નવેક વાગ્યાના સુમારે અમે કલાલી રોડ પર આવેલી ડિવાઇન ગેલેક્સી સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે વખતે પાછળથી કાળા રંગની બાઇક પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. બાઇકની પાછળ બેઠેલા શખ્સે અચાનક મારા ગળામાંથી રૂ.83,009ની કિંમતની અને 12.880 ગ્રામ વજનની લોકેટવાળી સોનાની ચેઇન જોરથી ખેંચી લીધી હતી. ચેઇન તોડીને તેઓ તરત જ ચાણક્યનગરી રોડ તરફ ઝડપથી ભાગી છૂટ્યા હતા. મેં અને મારા મિત્રે બૂમો પાડી તેમની પાછળ દોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાઇકની સ્પીડ વધુ હોવાથી તેઓ નાસી છૂટ્યા હતા.




