Baroda

માતા-પિતાની વિરૃધ્ધ જઇ ઘરમાંથી રૃપિયા લઇ પ્રેમી સાથે ગયેલી યુવતીને પ્રેમીએ છોડી દીધી

By GS Team
22 Sep 20261 min read
TukuTouch Logo
પરિવાર વિરુદ્ધ જઈ પ્રેમી સાથે ગયેલી યુવતીને કડવો અનુભવ થતાં અભયમ 181નો સહારો લીધો. યુવતીના કહેવા મુજબ, માતા-પિતાની મારપીટ છતાં ઘરમાંથી પૈસા ચોરીને પ્રેમી સાથે ગઈ હતી, પરંતુ હવે તે લગ્ન કે રાખવાની ના પાડે છે. અભયમે યુવતીને ભણતર પૂરું કરી આત્મનિર્ભર બનવા સમજાવી, અને માતા-પિતાને પણ પુત્રીને અપનાવી લેવા સમજાવતા સમાધાન થયું.

Summarized by AI; it may make mistakes. Check important info

માતા-પિતાની વિરૃધ્ધ જઇ ઘરમાંથી રૃપિયા લઇ પ્રેમી સાથે ગયેલી યુવતીને પ્રેમીએ છોડી દીધી

પરિવારની વિરૃધ્ધ જઇ પ્રેમી સાથે ગયેલી એક યુવતીને થોડા જ સમયમાં પ્રેમીનો વરવો અનુભવ થતાં આખરે સંસ્થાની મદદ લીધી હતી.હાલપુરતું યુવતીને સમજાવીને તેના માતા-પિતાને ત્યાં મોકલી આપવામાં આવી છે.
અભ્યાસ છોડી દેનાર યુવતીના કહેવા મુજબ એક યુવક સાથે સંપર્ક થયા બાદ બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો.મારા માતા-પિતા મારપીટ કરતા હોવા છતાં હું ઘરમાંથી પૈસા ચોરીને યુવકની સાથે રહેવા ગઇ હતી અને હવે તે મને રાખવાની કે લગ્ન કરવાની ના પાડે છે.
અભયમે તમામનું કાઉન્સેલિંગ કરી યુવતીને અભ્યાસની ઉંમર છે તો આગળ વધી આત્મનિર્ભર બનવા સમજાવી હતી.જ્યારે તેના માતા-પિતાને પણ પુત્રીની ભૂલ સ્વીકારી અપનાવી લેવા સમજાવતાં સમાધાન થયું છે.