વરસાદને કારણે વડોદરામાં એક ડઝન વૃક્ષો ધરાશાયી,સેવાસીનો એકતરફનો રોડ બંધ,બીજા રોડ પર પાણી ભરાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ભારે વરસાદ દરમિયાન એક ડઝનથી વધુ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બનતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે.જો કે કોઇ પણ બનાવમાં જાનહાનિ થઇ નથી.
વરસાદને કારણે વૃક્ષો ધરાશાયી થવાના બનાવો સુભાનપુરા,અલકાપુરી,નાથીબા ગાર્ડન,કારેલીબાગ,કોતર તલાવડી,મકરપુરા,સયાજીપુરા, સેવાસી રોડ જેવા વિસ્તારોમાં બન્યા હતા.જેને કારણે ફાયર બ્રિગેડની સાથે સાથે કોર્પોરેશનના પાર્કસ એન્ડ ગાર્ડનની ટીમોને પણ કામગીરી કરવી પડી હતી.
આ પૈકી સેવાસી રોડ પર મોડી સાંજે ભારે વરસાદ દરમિયાન કબીર ફાર્મ પાસે એક વૃક્ષ ધરાશાયી થતાં એક બાજુનો રસ્તો બંધ થઇ ગયો હતો.જેને કારણે વાહનચાલકો પરેશાન થયા હતા.બીજીતરફ બીજા રસ્તા પર પાણી ભરાઇ જતાં અનેક વાહનો અટવાયા હતા.રસ્તો ખુલ્લો કરવા માટે ફાયર બ્રિગેડની મદદ માગવામાં આવી હતી.









