તમારા ઘરમાં મોટું સંકટ આવવાનું છે.. દાગીના પહેરેલ વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતી ગેંગનો સૂત્રધાર પકડાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Police : વડોદરામાં દાગીના પહેરેલ મહિલાઓને ટાર્ગેટ કરી વાતોમાં ફસાવીને દાગીના પડાવી લેતી પરપ્રાંતિય ગેંગના સૂત્રધારને પોલીસે ઝડપી પાડી અઢી તોલાથી વધુના દાગીના કબજે કર્યા છે.
આજવા રોડ રાત્રિ બજાર પાસે પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નંબર પ્લેટ વગરની બાઈક ઉપર પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કરનાર સાદક હસન અલીમુદ્દીનશા (રહે-ઉતરાખંડ, કોપર કેપાલી ગામ, જિ.ઉધમસિંગ નગર) ને પોલીસે ઝડપી પાડી તપાસ કરતાં તેની બેગમાંથી 23 ગ્રામની બે બંગડી અઢી ગ્રામની એક વીંટી અને રોકડા રૂ.1200 મળી આવ્યા હતા.
પોલીસે દાગીના બાબતે પૂછપરછ કરતા ગોળ ગોળ જવામાં આપતા સાદક હસને લાલ કોર્ટ પાસે ગઈકાલે પીપળેશ્વર મહાદેવ મંદિર પાસે દાગીના પહેરેલ એક સિનિયર સિટીઝન મહિલાને જોતાં તેને તમારા પુત્ર ઉપર મોટું સંકટ આવવાનું છે, દાગીના ઉતારો તો લક્ષ્મીજીના દર્શન થશે અને સંકટ દૂર થશે… એમ કહી વાતોમાં ફસાવી દાગીના કાઢી લીધા હોવાની કબુલાત કરી હતી.
આ ગુનામાં સાદક હસનની સાથે ઇલિયાસ હસન હકીમી નામનો ઉત્તરાખંડનો સાગરિત પણ હોવાની અને હાલમાં ફરાર થઈ ગયો હોવાની વિગતો ખૂલતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. આ ટોળકીએ બિહારમાં પણ ગુના આચાર્ય હોવાની વિગતો પોલીસને જાણવા મળી છે.









