Baroda

કેનેડાથી કાઠમંડુ પહોંચ્યો હતો વડોદરાનો પરિવાર પણ પરમિટ ન મળતાં ત્યાં જ અટવાઈ ગયો

By GS Team
27 Aug 20262 mins read
TukuTouch Logo
કેનેડાથી કૈલાસ માનસરોવર યાત્રાએ નીકળેલા વડોદરાના 4 ગુજરાતી NRI યાત્રાળુઓ ચીનની પરમિટ ન મળતા કાઠમંડુમાં ફસાયા છે. કેરૂમ બોર્ડર નજીક વાદળ ફાટવાથી સર્જાયેલી જળ હોનારતને કારણે યાત્રા રદ કરાઈ છે. યાત્રિકો સલામત છે, પરંતુ નેટવર્ક સમસ્યાથી સંપર્ક નથી. આ ઘટનાથી ગુજરાતના યાત્રિકોના પરિવારોમાં ચિંતાનો માહોલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેનેડાથી કાઠમંડુ પહોંચ્યો હતો વડોદરાનો પરિવાર પણ પરમિટ ન મળતાં ત્યાં જ અટવાઈ ગયો
IMAGE - IANS

Kailash Mansarovar Yatra: કૈલાસ માનસરોવરની યાત્રા માટે ચાઈના સરકારે આ વર્ષે જે NRI ગુજરાતી પરિવારોને વિઝા આપ્યા હતા, તેમાંથી કેટલાક પરિવારો યાત્રાએ જવા રવાના થયા હતા. જેમાં વડોદરાના ભીખાભાઈ પટેલ, મધુભાઈ પટેલ, મીમીષાબેન પટેલ અને કલ્પનાબેન પટેલ નામના ચાર યાત્રિકો કેનેડાથી વિમાન માર્ગે સીધા કાઠમંડુ પહોંચ્યા હતા. આ યાત્રિકો કેરૂમ બોર્ડર થઈ આગળ વધવાના હતા, પરંતુ ચાઈના સરકાર તરફથી પરમિટ (મંજૂરી) ન મળવાને કારણે તેમને કાઠમંડુમાં જ રોકાઈ જવાની ફરજ પડી હતી. ચાઈના સરકાર મંજૂરી આપશે તેવી આશા સાથે ત્યાં અટવાયેલા આ તમામ યાત્રિકો કાઠમંડુમાં સલામત છે, પરંતુ નેટવર્કની ભારે મુશ્કેલીના કારણે હાલ તેમનો સંપર્ક થઈ શકતો નથી.

1996ની જળ હોનારતનો કિસ્સો થયો તાજો

કેરૂમ નજીક સર્જાયેલી આ ભયાનક જળ હોનારત બાદ વર્ષ 1996માં બનેલી આવી જ એક ઘટના તાજી થઈ છે. રાજકોટના યાત્રિક અને આયોજક ડૉ. યશવંત ગોસ્વામીએ એ સમયનો કિસ્સો યાદ કરતા જણાવ્યું હતું કે, 'તે સમયે મને સરકારી પરમિટ મળી ગઈ હતી અને હું યાત્રાએ જવાનો જ હતો. પરંતુ તે જ સમયે ગુજરાત સરકારે મને અમરનાથ યાત્રિકોના સંયોજક તરીકેની જવાબદારી સોંપતા મારે કૈલાસ માનસરોવર જવાનું મુલત્વી રાખવું પડ્યું હતું. આ અણધાર્યા નિર્ણયના કારણે હું તે સમયે સર્જાયેલી મોટી હોનારતમાંથી બચી ગયો હતો.'

યાત્રિકોના પરિવારજનોમાં ભારે ચિંતાનો માહોલ

આ વખતની યાત્રામાં ગુજરાતમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ કૈલાસ માનસરોવર માટે રવાના થયા છે. કેરૂમ બોર્ડર નજીક વાદળ ફાટવાને લીધે થયેલા જળપ્રલય અને પૂરની દુર્ઘટનાના સમાચાર વાઇરલ થતાં જ ગુજરાત સ્થિત તમામ યાત્રિકોના પરિવારજનોમાં ભારે ચિંતા અને ફાળ પડી છે.