Baroda

APK ફાઈલ ડાઉનલોડ કરતા 98,999 Google Pay થી ટ્રાન્સફર થઈ ગયા

By GS Team
11 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના સિંઘરોટ ગામે દેવેન્દ્રસિંહ જાદવ સાથે સાયબર ફ્રોડ થયો છે. 8 સપ્ટેમ્બરે હોટલ બિલ ચૂકવતી વખતે Google Payમાં ટ્રાન્ઝેક્શન લિમિટ આવતા તપાસ કરતા, તેમના ખાતામાંથી રૂ. 98,999 મનશા દેવીના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયાનું જણાયું. ફોનમાં .apk ફાઇલ દ્વારા ડેટા ચોરી કરીને આ છેતરપિંડી કરાઈ હતી. તેમણે સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

APK ફાઈલ ડાઉનલોડ કરતા 98,999 Google Pay થી ટ્રાન્સફર થઈ ગયા

Vadodara Cyber Fraud : વડોદરા શહેર નજીકના સિંઘરોટ ગામે રહેતા દેવેન્દ્રસિંહ જાદવે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 8 સપ્ટેમ્બરના રોજ સાંજે હું મારા પરિવાર સાથે હોટલમાં જમવા ગયો હતો. જમ્યા બાદ જ્યારે મેં હોટલનું બિલ ચૂકવવા માટે મારા મોબાઈલમાં ગૂગલ-પે (Google Pay) દ્વારા પેમેન્ટ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે સ્ક્રીન પર 'ટ્રાન્ઝેક્શન લિમિટ આવી ગઈ હોવાનું લખાણ આવ્યું. મેં દિવસ દરમિયાન કોઈ જ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યું ન હોવાથી મને આશ્ચર્ય થતાં મેં તરત જ મારા દીકરા કુલદીપસિંહને આ અંગે વાત કરી.
મારા દીકરાએ ગૂગલ-પેની ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી તપાસતા જાણવા મળ્યું કે તે જ દિવસે બપોરે 12:51 વાગ્યે મારા ખાતામાંથી રૂ.98,999 કોઈ મનશા દેવી નામના વ્યક્તિના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા હતા. આ ટ્રાન્ઝેક્શન મેં કર્યું જ ન હોવાથી મને મારી સાથે ફ્રોડ થયાનો એહસાસ થયો.
મેં તુરંત જ સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરીને ઓનલાઈન અરજી દાખલ કરી હતી. ત્યારબાદ બીજે દિવસે હું અને મારો પુત્ર બેંક ઓફ બરોડાની સિંઘરોટ શાખામાં ગયા, જ્યાં સ્ટેટમેન્ટ કઢાવતા જાણવા મળ્યું કે આ રકમ ખાતા નંબર 30002364132 માં ટ્રાન્સફર થઈ છે. બેંકના કર્મચારીઓની સલાહ મુજબ મોબાઈલ તપાસતા મારા ફોનમાં એક .apk ફાઇલ મળી આવી હતી, આ ફાઇલ મારફતે જ ડેટા ચોરી કરીને મારી સાથે રૂ.98,999ની ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હતી.