Baroda

ગ્રેડ-પેનો અમલ નહીં થતાં જમીન દફતર કચેરીઓના 90 કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ

By GS Team
21 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરા સહિત રાજ્યભરની જમીન દફતર કચેરીઓના વર્ગ-3 કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓ માટે આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. સરકાર સાથેની બેઠકમાં નિરાકરણ ન આવતા, 19 સપ્ટેમ્બરથી સામૂહિક રજા બાદ 21 સપ્ટેમ્બરથી આ આંદોલન શરૂ થયું છે. હડતાળને કારણે જમીન માપણી અને રેકોર્ડ સંબંધિત કામગીરી ખોરવાઈ, અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી છે. તેમની માંગણીઓમાં ખાલી જગ્યાઓ ભરવા અને જગ્યાઓનું વિકેન્દ્રીકરણ મુખ્ય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગ્રેડ-પેનો અમલ નહીં થતાં જમીન દફતર કચેરીઓના 90 કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ

Vadodara News : વડોદરા જિલ્લા સહિત રાજ્યભરની જમીન દફતર કચેરીઓના વર્ગ-3 કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓના અમલ માટે આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. સરકાર સાથેની બેઠકમાં કોઈ ઉકેલ નહીં આવતાં કર્મચારીઓએ આંદોલનનો આગળનો તબક્કો શરૂ કર્યો છે. હડતાળને પગલે જમીન માપણી અને જમીન રેકર્ડને લગતી કામગીરી પ્રભાવિત થઈ છે.
મહેસૂલ વિભાગના 30 ડિસેમ્બર, 2025ના પત્રમાં સિનિયર સર્વેયર માટે લેવલ-7 અને સર્વેયર માટે લેવલ-5 સહિતની જગ્યાઓ ભરવાની દરખાસ્તનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં વર્ગ-2ની 46, સિનિયર સર્વેયરની 100 અને સર્વેયરની 1144 ખાલી જગ્યાઓ ભરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્ગ-2ની જગ્યાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ, આઈએલઆર નામાભિધાન, ક્લાર્કની જગ્યાઓ સર્વેયર સંવર્ગમાં તબદીલ કરવા તેમજ 33 નાયબ હિસાબનીશની જગ્યાઓ ઊભી કરવાની દરખાસ્તનો પણ સમાવેશ થાય છે.
વડોદરા જિલ્લા મહેસૂલ વિભાગની જમીન દફતરી શાખામાં આશરે 90 કર્મચારીઓ ફરજ બજાવે છે. અહીં રોજના આશરે 40 જેટલા અરજદારો જમીન માપણી અને રેકર્ડ સંબંધિત કામગીરી માટે પહોંચે છે. હડતાળના કારણે અરજદારોને ધક્કો ખાવાનો વારો આવ્યો છે અને કચેરીની કામગીરી પર સીધી અસર પડી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કર્મચારીઓ 19 સપ્ટેમ્બરથી સામૂહિક રજા પર ગયા હતા અને હવે 21 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી છે. બીજી તરફ, વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ કર્મચારીઓની માંગણીઓ નીતિવિષયક બાબત હોવાથી ઉચ્ચ કક્ષાએ વિચારણા હેઠળ છે.