Baroda

વડોદરાના 70 વેપારી સંગઠનો બે ઓકટોબરે નો યુપીઆઈ ડે...ના એલાનમાં જોડાશે

By GS Team
26 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના 70 વેપારી સંગઠનોએ કેન્દ્ર સરકારના UPI MDR ચાર્જના વિરોધમાં આંદોલનનું એલાન કર્યું છે. 2 ઓક્ટોબરે દુકાનદારો UPI પેમેન્ટ નહીં સ્વીકારે અને QR કોડ પર કાળું કપડું લગાવી વિરોધ કરશે. 1 ઓક્ટોબરે કલેક્ટર અને સાંસદને આવેદનપત્ર આપી, વેપારીઓ રોકડ વ્યવહાર વધારવા અને ગ્રાહકો પર બોજ ન આવે તે માટે માંગ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના 70 વેપારી સંગઠનો બે ઓકટોબરે નો યુપીઆઈ ડે...ના એલાનમાં જોડાશે

યુપીઆઈથી પેમેન્ટ નહીં સ્વીકારે, ક્યૂઆર કોડ પર કાળુ કપડું લગાવીને અને કલેકટરને આવેદનપત્ર આપી વિરોધ કરાશે
વડોદરા,શનિવાર
યુપીઆઈ પર એમડીઆર( મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ)ના કેન્દ્ર સરકારના નિર્ણયનો દેશભરના વેપારીઓ વિરોધ કરી રહ્યા છે.આ ચાર્જના વિરોધમાં દેશમાં તા.૨ ઓક્ટોબરના રોજ એક દિવસ માટે ગ્રાહકો પાસેથી યુપીઆઈ પેમેન્ટ નહીં સ્વીકારવાનું એલાન અપાયું છે.
આ એલાનમાં વડોદરાના ૭૦ જેટલા વેપારી સંગઠનો અને તેના સભ્યોએ જોડાવાનું નક્કી કર્યું છે.જેના કારણે વડોદરામાં પણ તા.૨ના રોજ હજારો દુકાનદારો યુપીઆઈની જગ્યાએ માત્ર રોકડમાં જ પેમેન્ટ સ્વીકારશે.
આજે વડોદરામાં વડોદરા વેપાર વિકાસ એસોસિએશન, મધ્ય ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, હાથીખાના મર્ચન્ટ એસોસિએશન, વડોદરા મીઠાઈ ફરસાણ એસોસિએશન સહિતના સંગઠનોના હોદ્દેદારોની એક બેઠક યોજવામાં આવી હતી.જેમાં તા.૨ ઓક્ટોબરના રોજ નો યુપીઆઈ ડેના એલાનને સફળ બનાવવાની સાથે સાથે યુપીઆઈના ક્યૂ આર કોડ પર કાળું કપડું લગાવીને વિરોધ કરવાનો નિર્ણય પણ લેવાયો હતો.વેપારીઓએ તા.૧ ઓકટોબરના રોજ કલેકટર અને સાંસદને આવેદનપત્ર આપવાનું પણ નક્કી કર્યું છે.

વેપારી સંગઠનોની શું દલીલ છે
હરિફાઈના યુગમાં કન્ઝયુમર પ્રોડકટસ પર નફાનું માર્જિન હોલસેલ અને રિટેલમાં માંડ એક થી દોઢ ટકા જેટલું હોય છે.તેમાં ૨૦૦૦ રુપિયાની ખરીદી પર વેપારીઓના ૦.૪૦ ટકા કપાઈ જશે.જેની આડઅસર એવી થશે કે ૨૦૦૦થી વધારે રુપિયાનું પેમેન્ટ રોકડમાં જ સ્વીકારવાનું ચલણ વધશે.ઉપરાંત પેમેન્ટ યુપીઆઈથી જ કરાશે તો એમડીઆર ગ્રાહક પાસેથી જ વસુલ કરાશે.આમ સરકારને અને નાગરિકને તો નુકસાન જ છે.