Baroda

પાદરાના આંટી ગામમાં તબેલામાં ખાડો ખોદી સંતાડેલો 55 કિલો ગાંજો ઝડપાયો : રૂ.27.50 લાખના ગાંજાના સાથે એક ઝડપાયો, બે ફરાર

By GS Team
30 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરા પોલીસે પાદરાના આંટી ગામે મોટી કાર્યવાહી કરી છે. ઘોડાના તબેલામાં ખાડો ખોદી સંતાડેલો 55 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેની કિંમત આશરે રૂ. 27.50 લાખ છે. પોલીસે એક આરોપી ઇલ્યાસ ઉર્ફે શેરૂ અહેમદભાઈ મલેકની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. પોલીસે કુલ રૂ. 27,55,520નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાદરાના આંટી ગામમાં  તબેલામાં ખાડો ખોદી  સંતાડેલો 55 કિલો ગાંજો ઝડપાયો : રૂ.27.50 લાખના ગાંજાના સાથે એક ઝડપાયો, બે ફરાર

Vadodara Police : પાદરા તાલુકાના આંટી ગામે પોલીસે મોટી કાર્યવાહી કરી ઘોડાના તબેલામાં ખાડો ખોદીને સંતાડેલો 55 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓ સ્થળ પર મળી આવ્યા ન હોવાથી તેમને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પોલીસ ફરિયાદ મુજબ, આંટી ગામના ભદારી વાળા રોડ પર લાલકુવા વિસ્તારમાં આવેલા ખેતરમાં ઘોડાના તબેલામાં ખાડો ખોદીને ગાંજો છુપાવવામાં આવ્યો હતો. પોલીસને બાતમીના આધારે કાર્યવાહી કરતાં ત્યાંથી 55 કિલો ગાંજો મળી આવ્યો હતો. ઝડપાયેલા ગાંજાની કિંમત આશરે રૂ.27.50 લાખ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે સ્થળ પરથી ગાંજાના જથ્થા ઉપરાંત મોબાઇલ ફોન, વજનકાંટો અને રોકડ રકમ સહિત કુલ રૂ.27,55,520નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીમાં આંટી ગામના ઇલ્યાસ ઉર્ફે શેરૂ અહેમદભાઈ મલેકને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસ ફરિયાદમાં મુસ્તાક રહીમભાઈ મલેક અને બચુભાઈ ડોસુભાઈ સીધાના નામ પણ આરોપી તરીકે નોંધવામાં આવ્યા છે. બંને સ્થળ પર હાજર મળી આવ્યા નહોતા. ફરિયાદ મુજબ ત્રણેય આરોપીઓએ પરસ્પર મદદગારી કરીને આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે ગાંજો રાખ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
પાદરા પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરી ઝડપાયેલા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરાર બંને આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે.