રોટરી ક્લબની 11 શાખા દ્વારા સયાજીબાગ ઝૂમાં મોર કુળના 36 પક્ષીઓ દત્તક લેવાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરા શહેરના સયાજીબાગ પ્રાણીસંગ્રહાલય (ઝૂ) ખાતે જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે. રોટરી ક્લબની વિવિધ શાખાઓ દ્વારા ઘાયલ અને અસહાય પક્ષીઓની સંભાળ માટે વિશેષ દત્તક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોર કુળના 36 પક્ષીઓને દત્તક લેવામાં આવ્યા છે.
સયાજીબાગ ઝૂના પ્રત્યુસ પાટણકરના જણાવ્યા મુજબ, રોટરી ક્લબની અંદાજે 11 જેટલી સ્થાનિક શાખાઓ આ ઉમદા પહેલમાં જોડાઈ છે. ક્લબ દ્વારા સયાજીબાગ ઝૂના કુલ 16 જેટલા જુદા-જુદા પાંજરાઓમાં રહેતા મોર કુળના 36 પક્ષીઓની સારસંભાળ અને ભરણપોષણની જવાબદારી સ્વીકારવામાં આવી છે.
ઝૂમાં દર વર્ષે નિયમિતપણે જીવદયા અને વન્યજીવ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે દત્તક કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વર્ષે પણ આ અભિયાન અંતર્ગત રોટરી ક્લબની વિવિધ શાખાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સમાજ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ઝૂ સત્તાધીશોએ જણાવ્યું કે, આવી લોકભાગીદારીના કારણે પક્ષીઓના ભરણપોષણ અને આરોગ્ય સંભાળમાં વધુ ગુણવત્તા આવશે. સાથે જ નાગરિકોમાં વન્યજીવો અને પક્ષીઓ પ્રત્યે પ્રેમ, સંવેદનશીલતા અને જીવદયાની ભાવના વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરી છે.









