Baroda

આઈસ્ક્રીમ, પનીર, માવા સહિતના ૧૯ નમૂનાઓ નાપાસ

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાએ શહેરના વિવિધ વિસ્તારોમાંથી લીધેલા ખાદ્ય પદાર્થોના 19 નમૂના રિપોર્ટમાં નાપાસ થયા છે. જેમાં 18 નમૂના સબ-સ્ટાન્ડર્ડ અને 1 નમૂનો સબ-સ્ટાન્ડર્ડ તથા અસુરક્ષિત જાહેર થયો છે. ગોત્રી, વાઘોડિયા રોડ, આજવા રોડ, મકરપુરા સહિતના વિસ્તારોમાંથી લીધેલા માવો, ગોળ, આઈસ્ક્રીમ, પનીર જેવા ખાદ્ય પદાર્થો ગુણવત્તા વિહીન જણાયા. હવે સંબંધિત વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આઈસ્ક્રીમ, પનીર, માવા સહિતના ૧૯ નમૂનાઓ નાપાસ

મ્યુનિ.કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ નમૂનાઓના પરીક્ષણમાં ૧૯ નમૂના નાપાસ થયા છે, જેમાં ૧૮ નમૂના સબ-સ્ટાન્ડર્ડ એટલે કે ગુણવત્તાના ધોરણો કરતાં ઉતરતા અને એક નમૂનો સબ-સ્ટાન્ડર્ડ તથા અનસેફ એટલે કે અસુરક્ષિત જાહેર થયો છે. અહેવાલના આધારે સંબંધિત વેપારીઓ સામે ખાદ્ય સુરક્ષા અને ધોરણો અધિનિયમ હેઠળ કાર્યવાહી હાથ ધરાશે.

પેઢીનું નામ અને સરનામું - નાપાસ નુમના

૧) શ્રી રામકૃપા એન્ટરપ્રાઈઝ (ગોત્રી) - માવો

૨) સહજાનંદ સુપર સ્ટોર (ગોત્રી) - ગોળ

૩) કમલા એન્ટરપ્રાઈઝ (વાઘોડિયા રોડ) - વેનીલા આઈસ્ક્રીમ

૪) દયા આઈસ ફેક્ટરી( આજવા રોડ) - પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર

૫) ન્યુ મહાલક્ષ્મી સુપર માર્કેટ (મકરપુરા)- તુવેરદાળ

૬) શ્રીનાથજી ડેરી ફાર્મ (સમા-સાવલી રોડ)- પનીર

૭) શેટ્ટીસ કીચન (સમતા ચાર રસ્તા) - ઢોસા

૮) શ્રી સાંઈ સુરતી ઢોસા, પાવભાજી એન્ડ ચાઈનીઝ (છાણી રોડ)- પનીર

૯) ગુજરાત આઈસ્ક્રીમ એન્ડ કુલ્ફી (છાણી જકાતનાકા)- રોઝ આઈસ્ક્રીમ

૧૦) ગુજરાત આઈસ્ક્રીમ એન્ડ કુલ્ફી (છાણી જકાતનાકા)- કાજુદ્રાક્ષ આઈસ્ક્રીમ

૧૧) અમૃતસરી કુલચા (છાણી રોડ) - પનીર

૧૨) મૃદા એન્ટરપ્રાઈઝ (સંગમ ચાર રસ્તા) - બ્લેક કરંટ આઈસ્ક્રીમ

૧૩) ભાનુ સેલ્સ (સયાજીપુરા) - પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર

૧૪)અનામિકા એન્ટરપ્રાઈઝ ( નિઝામપુરા) - આઈસ્ક્રીમ (રોસ્ટેડ બદામ અંજીર)

૧૫) અર્બન વેન્ચર્સ (એલેમ્બિક રોડ) - પનીર

૧૬) માધવજી મસાલા મીલ (પ્રતાપનગર) - હળદર પાઉડર

૧૭) માતેશ્વરી આઈસ્ક્રીમ પાર્લર (માણેજા ક્રોસિંગ) - વેનિલા આઈસ્ક્રીમ

૧૮) શિવ ફરસાણ રાજકોટવાળા (વાસણા રોડ) - સેવ

૧૯) શ્રી જનતા આઈસ્ક્રીમ એન્ડ જ્યુસ (ફતેગંજ) - રાજભોગ આઈસ્ક્રીમ