કંપનીમાં ભાગીદાર બનાવવાનું કહી ૧૨.૨૨ કરોડ પડાવી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મંજુસરની કંપનીમાં ભાગીદાર બનાવવાનું કહી ૧૨.૨૨ કરોડ પડાવી લેનાર કંપનીનના ત્રણ ડાયરેક્ટર સામે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે પિતા, પુત્ર સહિત ત્રણ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાંદલજા પત્રકાર કોલોનીમાં રહેતા અને દુબઇમાં પ્લાસ્ટિકનો વેપાર કરતા પરવેઝભાઇ ઐયુબભાઇ મલેકે (સાહિદા સલીમ મેમણના કુલમુખત્યાર) અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, એ.વી.ઓર્ગેનિક પ્રા.લિ.ના ભાગીદારો (૧) પરસોત્તમભાઇ અમથાભાઇ વાઘેલા (૨) આકાશ પરસોત્તમભાઇ વાઘેલા તથા (૩) વિશ્વાંગી આકાશભાઇ વાઘેલા ( તમામ રહે. અરાના બંગ્લોઝ, ગોત્રી - સેવાસી રોડ) ઇવોક્સ બ્રાન્ડથી આલ્કલાઇન પાણી વેચવાનો વેપાર કરે છે. વર્ષ ૨૦૨૪- ૨૦૨૫ માં કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સલીમ મેમણને એક મેઇલ આવ્યો હતો. વાતચીત પછી એક ફાઇનલ ટર્મ શેર શીટ મંજૂર થઇ હતી. જેમાં ૮.૮૮ કરોડ રૃપિયા ત્રણેય આરોપીઓએ ભરપાઇ કરવાની જવાબદારીનો ઉલ્લેખ હતો. પરંતુ, તે શરતોનું તેઓએ પાલન કર્યું નથી.કંપનીના સંચાલકોએ કુલ ૧૨.૨૨ કરોડનો સ્વીકાર પોતાના હસ્તાક્ષરમાં જ કર્યો હતો.
ત્યારબાદ તેઓએ કંપનીમાં સલીમભાઇ મેમણ ૧૮ ટકાના ભાગીદાર હોવાનો મેઇલ પણ કર્યો હતો.આકાશ વાઘેલાએ એક લખાણ આપી એવું જણાવ્યું હતું કે, કંપનીના ૫૦ ટકા શેર વેચી આપી કંપનીને સારો એવો નફો કરાવશે. છેતરપિંડી કરવાના હેતુથી ત્રણ પૈકી માત્ર એક જ ડાયરેક્ટરને એગ્રીમેન્ટ પર સહી કરી હતી. કંપનીએ માત્ર ૮.૮૮ કરોડની અનસિક્યોર્ડ લોન હોવાની કબૂલાત કરી હતી.પરંતુ, કંપનીની બેલેન્સ શીટ જોતા આદિત્ય બિરલા ફાઇનાન્સનો ૩.૭૫ કરોડનો ઓવરડ્રાફ્ટ,૯.૮૩ કરોડની ટર્મ લોન ભરપાઇ કરવાની બાકી હતી.તેમજ ૯.૫૧ કરોડની અનસિક્યોર્ડ લોન કંપનીએ ભરપાઇ કરવાની બાકી હોવાનું જણાઇ આવ્યું હતું.




