Baroda

પાલેજમાં ૧૨ વર્ષના બાળકને ફૂડ પોઇઝનિંગ થયા પછી મોત

By GS Team
13 Aug 20261 min read
TukuTouch Logo
ભરૃચના પાલેજમાં એક રેસ્ટોરન્ટમાંથી લીધેલ નોનવેજ સાવર ખાધા બાદ એક પરિવારને ઝાડા-ઉલટી થયા હતા. પાલેજના 12 વર્ષીય બાળક પૂર્વ પટેલનું વડોદરાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. ફૂડ પોઈઝનિંગનો આક્ષેપ થતા, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેસ્ટોરન્ટમાંથી નમૂના લઈ તપાસ હાથ ધરી છે. પોલીસ PM રિપોર્ટની રાહ જોઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાલેજમાં  ૧૨ વર્ષના બાળકને ફૂડ પોઇઝનિંગ થયા પછી મોત

ભરૃચના પાલેજના એક રેસ્ટોરન્ટમાંથી લીધેલા સાવરમાં ( નોનવેજ) ખાધા પછી પાલેજનો એક પરિવારને ઝાડા ઉલટી થયા હતા. પરિવારના ૧૨ વર્ષના બાળકની તબિયત વધારે બગડતા તેને સારવાર માટે વડોદરાન ી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત થયું છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભરૃચ જિલ્લાના પાલેજ પંથકમાં સાગર ફ્રાય એન્ડ ચાઈનીઝ સેન્ટર માંથી વાનગી લીધા બાદ પરિવારે આરોગતા પરિવારને ઝાડા ઉલટી થયા હતા. પરિવારના ૧૨ વર્ષીય બાળક પૂર્વ અંકિત પટેલની હાલત ગંભીર બનતા તેઓને ભરૃચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો.ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
બાળકનું ફૂડપોઈઝનિંગના કારણે મોત થયું હોવાના આક્ષેપ સાથે પરિવારે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પોલીસ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પી.એમ. રિપોર્ટની રાહ જોઇ રહી છે. જો કે, આ બાબતે ભરૃચ જિલ્લા આરોગ્ય અધિકારી મુનિરા શુકલનો સંપર્ક કરતા તેઓએ ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ રેસ્ટોરન્ટમાં ધામા નાખી વાનગીઓના નમુના લઇ તપાસ શરૃ કરી છે.