Baroda

વડોદરામાં જેલવાસ ભોગવતા ૫૦૩ કેદીઓને રાખડી બાંધવા ૧,૦૩૭ બહેનો આવી

By GS Team
28 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરા જેલમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી કરાઈ. 503 કેદીઓને 1,037 બહેનોએ રાખડી બાંધી. 3 ભાઈ-બહેન કેદીઓએ જેલમાં જ રક્ષાબંધન મનાવ્યું. 11 મહિલા કેદીઓને રાખડી બાંધવા 19 ભાઈઓ આવ્યા હતા. જેલતંત્ર દ્વારા બહેનોને એક છોડ ભેટ આપી પર્યાવરણનો સંદેશ પણ અપાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં જેલવાસ ભોગવતા  ૫૦૩ કેદીઓને રાખડી બાંધવા ૧,૦૩૭ બહેનો આવી

વડોદરા જેલમાં એવા પણ ત્રણ કેદી હતા કે, તેઓની બહેનો પણ આ જેલમાં જ કેદી તરીકે હતી. તેઓને એક સ્થળે લાવી રક્ષાબંધનની ઉજવણી કરાવવાની વ્યવસ્થા જેલ અધિકારી દ્વારા કરાઇ હતી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ જેલવાસ ભોગવતા પાકા અને કાચા કામના કેદીઓ માટે રક્ષાબંધનના પર્વની ઉજવણી માટે જેલ અધિકારીઓ દ્વારા આયોજન કરાયું હતું. જેલમાં ભાઇઓને રાખડી બાંધનાર બહેનોને આ વર્ષે એક વિશેષ ભેટ આપવામાં આવી હતી. જેલ દ્વારા કરાયેલી વ્યવસ્થાના ભાગરૃપે દરેક બહેનને એક છોડ ભેટ સ્વરૃપે આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, જેલમાં બંધ ૫૦૩ કેદીઓને રાખડી બાંધવા માટે ૧,૦૩૭ મહિલાઓ આવી હતી. જ્યારે જેલવાસ ભોગવતી ૧૧ મહિલાઓ પાસે રાખડી બંધાવવા તેમના ૧૯ ભાઇઓ જેલમાં આવ્યા હતા.