Get The App

બાળપણમાં બંને કાંડા ગુમાવનાર રાજાએ ખેલ ક્ષેત્રે ભરી ઊંચી ઉડાન

- બનાસકાંઠાના બેણપના દિવ્યાગ યુવાને કાઠુ કાઢયું

- પાંચ વર્ષની ઉંમરે વિજ કંરટ લાગતા હાથના કાંડા ગુમાવ્યા બાદ રાજ્યકક્ષાની વિવિધ સ્પર્ધામાં ૧૧ મેડલો મેળવ્યા

Updated: Jan 21st, 2020

GS TEAM

Google News
Google News
બાળપણમાં બંને કાંડા ગુમાવનાર રાજાએ ખેલ ક્ષેત્રે ભરી ઊંચી ઉડાન 1 - image

પાલનપુર તા. 20 જાન્યુઆરી 2020,સોમવાર

કહે છે ને કે મન હોય તો માંડવે જવાય આ યુક્તિ બનાસકાંઠાના સરહદી વિસ્તારના છેવાડાના ગામ એવા બેણપ ગામના વતની રબારી રાજાભાઇ એ સાર્થક કરી બતાવી છે. પાંચ વર્ષની ઉંમરે અકસ્માતે બંને હાથના કાંડા ગુમાવ્યા પરંતુ હિંમત ન ન હારતા તેણે વિવિધ રમતતોમાં હાથ અજમાવી સામાન્ય ખેલાડીને પણ પાછો પાડે તેવી  નિપુણતા મેળવી હતી. આ પરીશ્રમી યુવકે રાજ્ય કક્ષાએ એક પછી એક સ્પર્ધાઓમાં ૧૧ જેટલા મેડલો મેળવ્યા છે. આગામી ટુંકા સમયમાં ગુજરાતના સૌપ્રથમ બંને હાથ વિકલાંગ એથ્લેટિક કોચ બનતા જઇ રહ્યા છે.

બનાસકાંઠાના સુઇગામ તાલુકાના બેણપ ગામના પશુપાલક પરીવારમાં જન્મેલ રબારી રાજા મોતીભાઇ જ્યારે ં પાંચ વર્ષની  વયે ધોરણ એકમાં અભ્યાસ કરતા હતો.  તે  વખતે  ઉત્તરાયણના દિવસે પતંગ ની મજા લઇ રહ્યો હતો ત્યારે જ એકા એક  વીજળીની હેવી લાઇન સાથે રાજા અથડાઇ જતા તેને જોરદાર વિજ કંરટ લાગ્યો હતો. જેમાં ગભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા રાજાને નાની ઉમરમોજ પોતાના  બંને હાથ ના કાડા ગુમાવા પડયા હતા.  જેને લઇ મજુરી કામ કરીને જીવન નિર્વાહ નિભાવતા પરિવાર ઉપર આભ તુટી પડયું હતું .પરંતુ રાજાએ હિંમત ન હારી અને એમ.કોમ સુધીનો અભ્યાસ કર્યો હતો. વળી સહેજે વિચલીત થયા વીના કે પોતાના બંને હાથના કાડા નથી તેવું વિચાર્યા વિનાજ રાજાએ દોડ, રીલે દોડ , વોલીબોલ તેમજ ફુટબોલ જેવી રમતો ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. જેમાં કુશળતા પ્રાપ્ત કરીને રમતગમત ક્ષેત્રે વિવિધ સિદ્ધિઓ પ્રાપ્ત કરી ૨૮ વર્ષની ઉંમર ની કારર્કિર્દીમાં વિવિધ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, ટ્રોફી, પ્રમાણપત્રો મેળવી રાષ્ટ્રીય ક્ષેત્રે પોતાનું નામ રોશન કરી છે. હાલ રાજા પંજાબમાં પેરા એથ્લેટિક કોચ તરીકે તાલીમ મેળવી રહ્યા છે.

કહે છે ને બંને હાથના કાંડા ગુમાવનાર દોડી શકે છે. લખી શકે છે. બાઇક ચલાવી શકે છે. હાઇ જંપ કરી શકે છે. અને ગુજરાતના સૌપ્રથમ પેરા એથલેટીક તરીકે સ્થાન પામી શકે છે. સમગ્ર ભારતમાંથી ૩૨૮ કોચની નિમણુંક પૈકી ગુજરાતના એકમાત્ર કોચ તરીકે નિમણુક પામનાર ખેલાડી રાજા કહે છે કે વિકલાંગ થયા તો શું થયું મન હોય તો માળવે જવાય.

બાળપણમાં બંને કાંડા ગુમાવનાર રાજાએ ખેલ ક્ષેત્રે ભરી ઊંચી ઉડાન 2 - imageગુજરાતમાંથી એકમાત્ર પસંદગી થઇ

આ અંગે રાજા રબારીએ જણાવ્યું હતું કે પંજાબના પટિયાલા ખાતે ૩૨૮ નોર્મલ યુવાનો કોચ તરીકે ટ્રેનિગ લઇ રહ્યા છે. જેમાં વિકલાંગ એથ્લેટિક હોવા છતા એકમાત્ર ગુજરાતમાંથી કોચ તરીકે ટ્રેનિગમાં પસંદગી થઇ છે.

બાળપણમાં બંને કાંડા ગુમાવનાર રાજાએ ખેલ ક્ષેત્રે ભરી ઊંચી ઉડાન 3 - imageગુજરાતના સૌ પ્રથમ એથ્લેટિક કોચ બનશે

૧૧ સેકન્ડમાં ૧૦૦ મિટર દોડ દોડતો રાજાભાઇ દોડ, કાર,બાઇક, સાયકલ, રેસ, લોન્ગ જંપ, હાઇ જંપમાં મેડલો મેળવ્યા છે. ત્યારે હાલમાં પંજાબના પટિયાલા ખાતે ટ્રેનિંગ લઇ રહ્યા છે. હવે ગુજરાતના સૌ પ્રથમ એથ્લેટિક કોચ બનવા જઇ રહ્યા છે.

એમકોમ સુધી અભ્યાસ મેળવ્યો

રાજાએ પાંચ વર્ષની ઉંમરે બંને હાથના કાંડા ગુમાવ્યા હતા તેમ છતાં હિમંત ન હારી એક આદ એક મુશ્કેલીનો સામનો કરી એમકોમ સુધી અભ્યાસ પુરો કર્યો હતો. તેમજ બાઇક, કાર, સાઇકલ પર જાતે જ દ્રાઇવિંગ કરતા હોવાથી આ દ્રશ્યો જોઇ સૌ કોઇ ચોકી ઉઠે છે.

Tags :