Get The App

રૃપિયાની જરૃરીયાત પડતા મિત્રો સાથે લૂંટનો પ્લાન ઘડયો હતો

- પાલનપુરમાં લૂંટનો પ્રયાસ કરનાર ત્રિપુટીને પોલીસે દબોચીયા

- લૂંટના પ્રયાસમાં ઝડપાયેલો શખસ એક દિવસના રિમાન્ડ પર

Updated: Feb 14th, 2020

GS TEAM

Google News
Google News
રૃપિયાની જરૃરીયાત પડતા મિત્રો સાથે લૂંટનો પ્લાન ઘડયો હતો 1 - image

પાલનપુર તા. 13 ફેબ્રુઆરી, 2020, ગુરુવાર

પાલનપુર આરટીઓ સર્કલ પર આવેલ પેટ્રોલ પંપ પર કેશ ઉઘરાવવા આવેલ બેંકના કેશિયર પર બુકાનીધારી ત્રિપુટી દ્વારા હુમલો કરી ને રોકડ ભરેલ થેલાની લૂંટ કરવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં કેશિયરે બુમાબુમ કરતા દોડી આવેલા લોકો એક શખસને ઝડપી પાડયો હતો. જ્યારે બે શખસો બાઇક પર નાસી છુટયા હતા. બનાવમાં પકડાયેલ શખસને પોલીસના હવાલે કરવામાં આવતા પોલીસે તેની કડક પુછતાછ કરી ને લૂંટના પ્રયાસ સામેલ એમ.આર સહિત બે શખસોને બાઇક સાથે દબોચી લીધા છે.

પાલનપુરના આરટીઓ સર્કલ પર આવેલ મંગળવારના બપોરના સમયે બાઇક પર આવેલ બુકાનીધારી ત્રિપુટી એએચડીએફસી બેંકના કેશિયર મહેબુબ ભાઇ કાલેટ પાસે રહેલ રૃ.૨,૪૧,૦૭૦ ભરેલી બેગની લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં કેશિયરે બુમાબુમ કરતા બેંકનો ગાર્ડ અને આજુબાજુ લોકો દોડી આવતા બે બુકાનીધારી બાઇક પર નાસી છુટયા હતા. અને પાલનપુરના હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં રહેતો ચંપકલાલ હરિલાલ ઠક્કર નામનો શખસ ઝડપાઇ લોકોએ તેની સાથે ટપલીદાવ કરીને પોલીસને હવાલે કર્યો હતો. જોકે લૂંટના પ્રયાસમાં એક શખસ ઝડપાઇ જતા તેમજ લૂંટની ઘટના સીસીટીવી આ કેદ થતા પશ્ચિમ પોલીસે આરોપીની સઘન પુછતાછ કરીને તેમજ સીસી ટીવી ફુટેઝના પાલનપુરમાં ઢુંઢિયાવાડીમાં રહેતા ઇરફાન અનવર સિપાઇ અને તાજપુરામાં રહેતા એમ.આર રવિ શંકર ઉર્ફે મોંન્ટુ નામના શખસોને લૂંટમાં વપારાયેલ બાઇક સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓની મુલાકાત એક માસ અગાઉ પાલનપુરના ગઠામણ દરવાજા વિસ્તારમાં એક રીક્ષામાં થઇ હતી. તેમને પૈસાની જરૃરિયાત હોઇ રવિ શંકર પૈસા મેળવવા માટે ૨૦ દિવસ અગાઉ લૂંટને અંજામ આપવા માટે પ્લાન બનાવ્યો અને પ્રથમવાર લૂંટનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જોકે લૂંટના પ્રયાસ સમયે લોકોના હાથે ઝડપાયેલા આરોપી ચંપકલાલ હરિલાલ ઠક્કરને પોલીસ દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.બોક્ષ -

લૂંટના પ્રયાસમાં પકડાયેલ ત્રિપુટીના ેઆ પ્રથમ દાવ હતો

પાલનપુરના તાજપુરા વિસ્તારમાં રહેતો અને એમ.આરના વ્યવસાય સાથે સંકળાયેલ રવિ શંકર ઉર્ફે મોન્ટુની એક માસ અગાઉ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા ચંપક હરિલાલ ઠક્કર અને ઢુંઢિયાવાડી વિસ્તારમાં રહેતા ઇરફાન અનવર સિપાઇ સાથે ગઠામણા દરવાજા નજીક રીક્ષામાં મુલાકાત થઇ હતી. બાદમાં મિત્રતા થતા ત્રણેય ને પૈસાની જરૃરીયાત હોઇ રવિશંકરે ૨૦ દિવસ અગાઉ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. અને આ પ્રથમ લૂંટના પ્રયાસમાં ઝડપાઇ જવા પામ્યો છે.

Tags :