Astro

મેષ-કુંભ સહિત આ 4 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે! ફેબ્રુઆરીમાં સૂર્યદેવ ત્રણ વાર બદલશે ચાલ

By GS Team
25 Jan 20262 mins read
TukuTouch Logo
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજા ગણાતા સૂર્યનારાયણ ફેબ્રુઆરી મહિનામાં ત્રણ મોટી ચાલ બદલવા જઈ રહ્યા છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં જ 6 ફેબ્રુઆરીએ સૂર્ય ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 13 ફેબ્રુઆરીએ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ(સૂર્ય સંક્રાંતિ) કરશે અને અંતમાં 19 ફેબ્રુઆરીએ શતભિષા નક્ષત્રમાં ગોચર કરશે. એક જ મહિનામાં સૂર્યની આ ત્રિપલ હિલચાલ જ્યોતિષની દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વની માનવામાં આવે છે, જે ખાસ કરીને 4 રાશિઓ માટે ગોલ્ડન સમય લઈને આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેષ-કુંભ સહિત આ 4 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે! ફેબ્રુઆરીમાં સૂર્યદેવ ત્રણ વાર બદલશે ચાલ
(AI IMAGE)

Surya Gochar February 2026: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજા ગણાતા સૂર્યનારાયણ ફેબ્રુઆરી મહિનામાં ત્રણ મોટી ચાલ બદલવા જઈ રહ્યા છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં જ 6 ફેબ્રુઆરીએ સૂર્ય ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 13 ફેબ્રુઆરીએ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ(સૂર્ય સંક્રાંતિ) કરશે અને અંતમાં 19 ફેબ્રુઆરીએ શતભિષા નક્ષત્રમાં ગોચર કરશે. એક જ મહિનામાં સૂર્યની આ ત્રિપલ હિલચાલ જ્યોતિષની દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વની માનવામાં આવે છે, જે ખાસ કરીને 4 રાશિઓ માટે ગોલ્ડન સમય લઈને આવશે.

આ 4 રાશિઓ માટે સૂર્યનું ગોચર સાબિત થશે વરદાન

1. મેષ રાશિ(Aries)

મેષ રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનો આર્થિક રીતે ખૂબ જ લાભદાયી રહેશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે અને લાંબા સમયથી અટવાયેલા નાણાં પરત મળવાની પ્રબળ શક્યતા છે. જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને પ્રમોશન અથવા નવી જવાબદારી મળી શકે છે. સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે.

2. વૃષભ રાશિ(Taurus)

સૂર્યની બદલાતી ચાલ વૃષભ રાશિના લોકો માટે કાર્યક્ષેત્રમાં પ્રગતિના દ્વાર ખોલશે. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો, તો આ મહિને તમને સારા સમાચાર મળી શકે છે. નવો વ્યવસાય કે વેપાર શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. પ્રેમ સંબંધોમાં રહેલી કડવાશ દૂર થશે અને સંબંધોમાં સુધાર આવશે.

3. ધન રાશિ(Sagittarius)

ધન રાશિના જાતકોના આત્મવિશ્વાસ અને સાહસમાં જબરદસ્ત વધારો થશે. આ સમયગાળા દરમિયાન કરેલી નાની મુસાફરી આર્થિક લાભ કરાવી શકે છે. તમે લીધેલા જોખમી નિર્ણયો સાચા સાબિત થશે અને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. ભાઈ-બહેનો સાથેના સંબંધો મધુર બનશે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

આ પણ વાંચો: વાંચો તમારું 25 જાન્યુઆરી 2026નું રાશિ ભવિષ્ય

4. કુંભ રાશિ(Aquarius)

ફેબ્રુઆરીના બીજા ભાગમાં સૂર્ય તમારી જ રાશિમાં બિરાજમાન થવાના છે, જે તમારા માટે અત્યંત શુભ સંકેત છે. તમને અચાનક ધનલાભ થઈ શકે છે. કોર્ટ-કચેરીના મામલાઓ તમારા પક્ષમાં આવશે અને પૂર્વજોની સંપત્તિને લગતા વિવાદોનો ઉકેલ આવશે. આત્મવિશ્વાસ વધવાથી તમે દરેક કાર્ય ઉત્સાહપૂર્વક પૂર્ણ કરી શકશો.