Get The App

વાંચો તમારું 25 જાન્યુઆરી 2026નું રાશિ ભવિષ્ય

Updated: Jan 25th, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 25 જાન્યુઆરી 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : માનસિક પરિતાપ-વ્યગ્રતામાં દિવસ પસાર થાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ રહે. બપોર પછી થોડી રાહત થાય.

વૃષભ : બપોર સુધી કામકાજનો ઉકેલ આવતો જાય. સંતાનનો સહકાર મળી રહે. આપના કામની કદર-પ્રશંસા થાય. બપોર પછી ચિંતા રહે.

મિથુન : આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ-શ્રમ અનુભવાય.

કર્ક : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ અનુભવાય. બપોર પછી કામકાજ અંગેની વ્યસ્તતામાં વધારો જણાય.

સિંહ : આપે સીઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ખર્ચ જણાય. બપોર પછી રાહત થતી જાય.

કન્યા : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. બપોર પછી આરોગ્યની કાળજી રાખવી.

તુલા : સીઝનલ ધંધામા માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગ સાથે વાદ-વિવાદ-મનદુ:ખ-ગેરસમજથી સંભાળવું પડે. ખર્ચ જણાય.

વૃશ્ચિક : સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય. બપોર પછી ખર્ચ-ખરીદી રહે.

ધન : બપોર સુધી આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. બપોર પછી શાંતિ થતી જાય.

મકર : આપના કામમાં સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. બપોર પછી બેચેની-વ્યગ્રતા અનુભવાય.

કુંભ : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજમાં વ્યસ્તતા-દોડધામ-ખર્ચ જણાય. પરંતુ આનંદ અનુભવો.

મીન : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થવાથી આનંદ રહે.

- અગ્નિદત્ત પદમનાભ