સાપ્તાહિક રાશિફળ : મેષ અને ધન રાશિવાળાને નોકરીમાં બદલી-બઢતી તક મળે, તુલા રાશિવાળાને લાંબી યાત્રા થઈ શકે, જાણો તમામ રાશિઓનું ફળ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સાપ્તાહિક રાશિફળ : આજથી જાન્યુઆરી મહિનાનું ત્રીજું સપ્તાહ (20 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025) શરુ થઈ રહ્યું છે. ત્યારે આ સપ્તાહમાં આપનું રાશિ ભવિષ્ય કેવું રહેશે, તે સપ્તાહના પ્રારંભે જ જાણી લઈએ. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાના મતે મેષ અને ધન રાશિના જાતકોને નોકરીમાં બદલી, બઢતી કે નવી તક માટે પ્રયત્ન કરવાથી સફળતા મળી શકે છે. વૃષભ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સુખાકારી વધે તેવા યોગ છે, સિંહ રાશિના જાતકોને ધન વૈભવમાં વધારો થાય તેવા એંધાણ જોવા મળે. તો તુલા રાશિના જાતકોને લાંબા અંતરની કોઈ યાત્રાનું આયોજન થઈ શકે, આ ઉપરાંત અન્ય રાશિના જાતકોને શું શું લાભ થશે અને શું તકેદારી રાખવી તે માટે આવો નજર કરીએ સાપ્તાહિક રાશિફળ પર.
આ પણ વાંચો: મહાકુંભ ન જઈ શકતા હોવ તો આ મંત્રો સાથે કરો સ્નાન, ઘર બની જશે પ્રયાગરાજ!
નોકરીમાં બદલી, બઢતી કે નવી તક માટે પ્રયત્ન કરવાથી સારી આશા બને, વ્યવસાયમાં પ્રગતિ થાય તેવા પ્રયાસ પણ લાભકારી બનતા જણાય, અણધાર્યો કોઈ લાભ પણ મળે, જુના પડતર પ્રશ્નોનો ઉકેલ પણ આવે તેવું બની શકે છે. આરોગ્ય સુખાકારી પણ વધે. કુટુંબ કાર્યમાં યોગદાન પણ આપી શકાય.
વૃષભ રાશિ :
સ્વાસ્થ્ય સુખાકારી વધે તેવા યોગ છે, યોગ્ય નિદાન થવાથી રાહત અનુભવાય, વિદ્યાભ્યાસ અંગે સારા યોગ બને નવું શીખવાની ઈચ્છા જાગે, તમારી લાગણી સંતોષાય, જાહેર જીવનમાં પ્રતિભા વધી શકે, યાત્રા કે જાત્રા, ધાર્મિક કાર્ય સંભવિત બની શકે છે, નસીબ સાથ આપતું જણાય.
મિથુન રાશિ :
ઘર પરિવાર તેમજ અંગત જીવનમાં શાંતિ મળે જુના મતભેદ સુધારવાની તક મળે,જમીન મકાન બાબતના પ્રશ્ન અંગે યોગ્ય ચર્ચા થઈ શકે, નોકરીમાં સારી બદલી, બઢતી કે નવી તક મળી શકે, આરોગ્ય બાબત કોઈ પીડા હોય તો સુધારો આવી શકે.
કર્ક રાશિ :
ભાઈ બહેન કુટુંબ અંગે સારું કાર્ય થાય તેમના માટેના કોઈ કાર્યમાં યોગદાન આપવાનું પણ બની શકે. આત્મબળ, હિમતમાં વધારો થાય, વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારું રહે, માન પ્રતિષ્ઠામાં વધારો આવી શકે નવા સંબંધનો વિકાસ થાય જેનો ઉત્સાહ પણ રહે.
સિંહ રાશિ :
ધન વૈભવમાં વધારો થાય તેવા એંધાણ જોવા મળે, વાણી પર પ્રભુત્વ વધે, જમીન મકાન સંબંધિત કોઈ કાર્ય પણ થઈ શકે, નોકરીમાં કોઈ પ્રશ્ન હોય તે હલ થાય કે નવી નોકરી કે બઢતી મળે તેવું પણ બની શકે, કોઈ અણબનાવ હોય તેમાં પણ સુધારો આવી શકે
કન્યા રાશિ :
મુસાફરીનો યોગ બને છે, યાત્રા કે જાત્રા થઈ શકો, જેનો સંતોષ પણ મળે. આરોગ્યમાં કોઈ તકલીફ હોય તો તેનું પણ નિદાન થઈ શકે છે. આસપાસના વર્તુળોમાં જેમકે પાડોશી, મિત્રો, સહકર્મચારીઓ સાથે સંબંધ સારા બને, જુના મતભેદ ભૂલવાની તક મળે.
તુલા રાશિ :
લાંબા અંતરની કોઈ યાત્રા કે જાત્રાનું આયોજન થઈ શકે, વિવાદ ચાલતો હોય તો તેનો ઉકેલ આવવાના યોગ પણ બને, આર્થિક, કુટુંબીક બાબત સારું સુખ મળે, અશાંત મન ધીરેધીરે શાંતિ તરફ વળે એટલે મનનો ઉદ્વેગ ઘટે કામકાજમાં યોગ્ય ધ્યાન આપી શકાય.
વૃશ્ચિક રાશિ :
નવા મિત્રો પરિચિતો સાથે સંબંધ વધે, તેમાં કોઈ લાભની વાત પણ થઈ શકે. શારીરિક પીડા હોય તે ઓછી થાય. જેથી રાહત અનુભવાય તન મનમાં સ્ફૂર્તિ વધે, સાહસી વિચારો રહે, કુટુંબ પ્રત્યે સારો ભાવ જાગે, કોઈ ખરીદીની ઈચ્છા ફળીભૂત થઈ શકે છે.
ધન રાશિ :
નોકરી વ્યવસાયમાં અચાનક કોઈ સારી તકની વાત સાંભળવા મળે, ખટપટ થી દુર રહેવું, લાંબા અંતરની મુસાફરી પણ થઇ શકે, નાણાકીય લાભ પણ સંભવિત બને કુટુંબમાં કોઈ સારા કાર્યમાં યોગદાન આપો અને તેનો સંતોષ અને ખુશી અનુભવો.
લાગણીઓમાં અહમ ન વધે તેનું ધ્યાન રાખવું, વધુ વિચાર ન કરવા વ્યવહારુ બનવું, નવી કોઈ જાણકારી કે શીખવાનું બને, તમારા કાર્યમાં ભાગ્ય સાથ આપે તેવું બને, ભાઈ બહેન મિત્રોનો સાથ સહકાર વધે ઉત્સાહ પણ સારો જળવાય.
કુંભ રાશિ :
જુના અટકેલા કાર્યો થઈ શકે માટે પ્રયત્ન કરવો ઇચ્છનીય છે, અચાનક કોઈ સારી લાભની વાત સાંભળવા મળી શકે, નોકરી વ્યવસાયમાં પણ પ્રગતિ થાય તેવું કોઈ કાર્ય થાય મતભેદ સુધારવાની તક મળે ધીરેધીરે પોતાના કામકાજમાં સંતોષ પણ વધી શકે.
મીન રાશિ :
અંગત વ્યક્તિ પર વધુ વિશ્વાસ ન રાખવો, જેથી કોઈ મનમાં અણગમો ઉભો ન થાય તમારી પ્રતિભા આવડત સુધારો થાય, મુસાફરીના યોગ છે, તેમાં ઉત્સાહ પણ વધે.




