Astro

સાપ્તાહિક રાશિફળ: 13થી 19 જુલાઈ 2026, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય

By GS Team
13 Jul 20263 mins read
TukuTouch Logo
જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, 13થી 19 જુલાઈ 2026ના સાપ્તાહિક રાશિફળમાં કેટલીક રાશિના જાતકો માટે મુસાફરી અને વ્યવહારુ અભિગમના યોગ છે. મેષ રાશિના જાતકોએ વાહન ધીમે ચલાવવું અને ખોટા ખર્ચ પર અંકુશ રાખવો. કર્ક રાશિના જાતકો માટે મુસાફરીની સંભાવના છે, જ્યારે મિથુન રાશિના જાતકોએ વાતચીતમાં ચોકસાઈ અને ધીરજ રાખવી હિતાવહ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાપ્તાહિક રાશિફળ: 13થી 19 જુલાઈ 2026, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય

Weekly Horoscope : 13થી 19 જુલાઈ 2026, તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, આ સપ્તાહે કેટલીક રાશિના જાતકોમાં મુસાફરીના યોગ અને વ્યવહારુ અભિગમ, કઈક કરવાની તમન્ના રહેશે. તેમજ કોઈ ગેરસમજ કે તકરાર ન થાય તે માટે સ્વભાવમાં ધીરજ વાતચીત કરવામાં આતુરતા ન દાખવી.

મેષ:

તમારા મિત્રો, પરિચિતો સાથે તમે વ્યસ્ત વધુ રહો તેવું બની શકે છે અને નવા મિત્રો બને. તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે, ખટપટથ કે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું અને ખોટા ખર્ચ પર અંકુશ રાખવો.

વૃષભ:

તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે. કંઈક નવું આયોજન થાય તેવું બની શકે, કંઈક નવું જાણવા પણ મળે. સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે અને નવા પરિચય થઈ શકે છે.

મિથુન:

ઉતાવળ ન કરવી, વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી હિતાવહ છે, જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય. તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો, માટે ધીરજ રાખવી ઇચ્છનીય છે. તેમજ ગણતરી પૂર્વક વ્યવહાર કરવા.

કર્ક:

લોકો સાથે મુલાકાત વધે તેમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય. ધીરજ રાખવી હિતાવહ છે. તમારે કોઈ મુસાફરીની પણ સંભાવના બને છે. ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે.

સિંહ:

તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે, કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે. ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે. ઉત્સાહ સારો જોવા મળે અને નવા કાર્યના વિચાર વધુ આવે.

કન્યા:

તમારામાં આત્મવિશ્વાસ સારો રહે, જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે. વ્યવહારુ અભિગમ રાખવો જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે. તમારી પ્રતિભા સારી રહેવાથી નવા વ્યક્તિ સાથે ઓળખાણ થઈ શકે છે, જે યાદગાર બનવાની સંભાવના છે.

તુલા:

વાતચીત કરવામાં કાળજી રાખવી અને મજાકવૃત્તિ ન કરવી, જેથી ક્યાંય ગેરસમજ ન થાય. નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે, થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે, એટલે આરામ કરવાની વૃત્તિ રહે.

વૃશ્ચિક:

લોકોને મળવાની અને કંઈપણ જાણવાની વૃતિ વધુ જાગે. તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે. જેમાં ધીરજ રાખવી જરૂરી છે. કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે અને શાંતિથી સમય પસાર કરવો.

ધન:

તમારામાં સહયોગની ભાવના વધુ જોવા મળે તેવું બની શકે. પરિચિત સાથે સમય વધુ પસાર થવાની સંભાવના. કોઈ સામાજિક કાર્યમાં તન મન ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો. પસંદગીની ખરીદી પણ થઈ શકે અને ઉત્સાહ સારો જળવાઈ રહે.

મકર:

તમારે વાતચીત દરમિયાન ઉશ્કેરાટથી બચવું, જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. અંગતકાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને, યોગ્ય આયોજન હિતાવહ છે. થાકની અસર કામના અંતે વધુ દેખાય.

કુંભ:

તમારા કાર્યમાં તમને ઉત્સાહ સારો જોવા મળે, તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે. અતિ ઉત્સાહમાં આવી ન જવાય તેનું પણ ધ્યાન રાખવું ઇચ્છનીય છે. આરામવૃતિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે. ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય.

મીન:

વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય પણ ક્યાંય અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે, પણ તેમાં થોડું ધ્યાન આપવું જરૂરી છે. નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે. આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકશે.