Astro

સાપ્તાહિક રાશિફળ: 03થી 09 ઓગસ્ટ 2026, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય

By GS Team
3 Aug 20263 mins read
TukuTouch Logo
જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાએ 03થી 09 ઓગસ્ટ 2026ના સાપ્તાહિક રાશિફળમાં જણાવ્યું છે કે, આ સપ્તાહે કેટલીક રાશિના જાતકોમાં વ્યવહારુ અભિગમ રહેશે. ગેરસમજ ટાળવા ધીરજ અને વાતચીતમાં આતુરતા ન દાખવવી. મેષ રાશિના જાતકો માટે મુસાફરી અને ખોટા ખર્ચની સંભાવના છે, જ્યારે મિથુન રાશિના જાતકો સામાજિક કાર્યોમાં સક્રિય રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાપ્તાહિક રાશિફળ: 03થી 09 ઓગસ્ટ 2026, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય

Weekly Horoscope: 03થી 09 ઓગસ્ટ 2026, તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, આ સપ્તાહે કેટલીક રાશિના જાતકોમાં વ્યવહારુ અભિગમ રહેશે. તેમજ કોઈ ગેરસમજ કે તકરાર ન થાય તે માટે સ્વભાવમાં ધીરજ અને વાતચીત કરવામાં આતુરતા ન દાખવી. જાણો આ સપ્તાહ કેવું રહેશે તમારું રાશિ ભવિષ્ય.

મેષ:

કોઈ કાર્યમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા સમયનો વ્યય પણ થાય, ધીરજ રાખવી હિતાવહ છે. તમારે કોઈ મુસાફરીની પણ સંભાવના બને છે. ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે કોઇની સાથે ખોટી દલીલબાજી ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. તેમજ વ્યવહારુ બનવું ઇચ્છનીય છે.

વૃષભ:

તમને કંઈપણ જાણવાની વૃતિ વધુ જાગે તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે. કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. શાંતિથી સમય પસાર કરવો અને જરૂરિયાત મુજબ વાતચીતનો જવાબ આપવો ઇચ્છનીય છે.

મિથુન:

તમારામાં સહયોગની ભાવના વધુ જોવા મળે તેવું બની શકે. તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને. કોઈ સામાજિક કાર્યમાં તન મન ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા અને ઉત્સાહ પણ બતાવો પસંદગીની ખરીદી પણ થઈ શકે તેનો સંતોષ જોવા મળી શકે છે.

કર્ક:

તમારે ખટપટથી બચવું, જેથી કોઈની સાથે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખી શકાય. વાતચીત દરમિયાન કોઈ ઉતાવાળીયો નિર્ણય ન લેવાય તેનું ધ્યાન રાખવું, અંગતકાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને, થાકની અસર કામના અંતે વધુ દેખાય.

સિંહ:

તમારી આવડત પર તમારો પ્રભાવ સારો રહે જેનો તમને સંતોષ ખુશીનો અનુભવ પણ થાય, કોઈ અગત્યની અંગત મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે, ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે ઉત્સાહ સારો જોવા મળે.

કન્યા:

સારા પરિવર્તનના યોગ બની શકે છે. નવા વિચાર વધુ આવે અને કઈ તે બાબતે આયોજન કરવાનું સુઝે, તમારામાં આત્મવિશ્વાસ સારો રહે જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે, વ્યવહારુ અભિગમ રાખવો જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે, પ્રતિભા સારી રહે.

તુલા:

વાતચીત કરવામાં કાળજી રાખવી જેથી ક્યાંય ગેરસમજ ન થાય, ઉશ્કેરાટમાં આવીને વાતચીત ન કરવી તેનું ધ્યાન રાખવું. નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે, થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે. આરામ કરવાની વૃત્તિ રહે.

વૃશ્ચિક:

તમારા કાર્યમાં તમને આળસ જોવા મળે તેથી કામ મુલતવી રાખવું કે તે કામ અન્યને સોંપવાનું મન થાય તેવું બની શકે છે. આરામવૃતિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે. ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય, જેમાં કોઈ અગત્યનું કામ રહી ન જાય તેનું ધ્યાન રાખવું.

ધન:

કામકાજમાં સમય વધુ પસાર થાય પણ અગત્યનું કામ હોય તે સંભવિત બની શકે છે, તેનો સંતોષ પણ જોવા મળે માટે તે બાબતે ધીરજ પણ રાખવી જરૂરી છે. નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે. આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે તેવું પણ બની શકે.

મકર:

તમે વ્યસ્ત વધુ રહો તેવું બની શકે છે. ખટપટી લોકો કાબુમાં રહે તેવું બની શકે છે પણ ખટપટી લોકો સાથે વધુ વાતચીત ન કરવી પણ હિતાવહ છે. તમારે
વાહન ધીમે ચલાવવું જરૂરી છે. અર્થહીન વાર્તાલાપ અને વિચારોથી દૂર રહેવું.

કુંભ:

લોકોનો સહયોગ વધુ સારો રહે તેવું બની શકે. જૂના કોઈ પરિચિત સાથે વાર્તાલાપ થાય અને કંઈક નવું જાણવા પણ મળે. સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે અને તેનો સંતોષ પણ થાય નવા પરિચય થઈ શકે.

મીન:

તમારે કામકાજમાં ચોકસાઈ રાખવી હિતાવહ છે, જેથી કોઈ દ્વિધા ઉભી ન થાય. ઉતાવળ અને રઘવાટ વધુ જોવા મળે માટે તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો માટે ધીરજ રાખવી ઇચ્છનીય છે. ગણતરી પૂર્વક વ્યવહાર કરવા.