સૂર્ય-શનિની ખતરનાક યુતિથી બની રહ્યો છે અશુભ યોગ! 3 રાશિના જાતકોની વધશે મુશ્કેલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Yuti Drishti Yog 2026 Effect: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની યુતિ અને દ્રષ્ટિનું ખૂબ જ મહત્ત્તવ છે, કારણ કે તે વ્યક્તિના જીવન અને રાશિઓ પર સીધી અસર કરે છે. આ વખતે 25 માર્ચ, 2026ના રોજ બપોરે 2:22 વાગ્યે ગ્રહોના રાજા સૂર્ય અને ન્યાયના દેવતા શનિની યુતિથી એક અશુભ યોગ બની રહ્યો છે. આ યોગ દરેક માટે સારો નથી. દ્રિક પંચાંગ પ્રમાણે આ યુતિ દ્રષ્ટિ યોગ મેષ, તુલા અને કુંભ રાશિ માટે મુશ્કેલીઓનો પહાડ લઈને આવી શકે છે. આ સમય દરમિયાન આ જાતકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો તો કરવો જ પડી શકે છે, પરંતુ આ સાથે જ તેમના અંગત સંબંધોમાં પણ તણાવ આવી શકે છે. ચાલો જાણીએ કે આ ત્રણ રાશિઓ પર કેવી અસર પડશે.
મેષ રાશિ
સૂર્ય અને શનિની આ યુતિ મેષ રાશિના જાતકો માટે કોઈ ઝટકાથી ઓછી નથી. કામમાં ઉતાવળ ન કરવી, નહીંતર મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. કોઈ પણ નિર્ણય સમજી-વિચારીને લેવો. જીવનસાથી સાથે ગેરસમજ વધી શકે છે, વાતચીત પણ બંધ થઈ શકે છે. જે જાતકો સિંગલ છે તેમણે હજુ થોડી વધુ રાહ જોવી પડશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ સાવચેતી રાખવાનો છે. તમારી ખુદની બેદરકારીના કારણે મહત્વપૂર્ણ કાર્યો ખરાબ થઈ શકે છે. નાણાકીય વ્યવહારો કરતી વખતે સાવધાની રાખો, ધન હાનિના યોગ છે. પ્રોપર્ટી સંબંધિત કોઈપણ નિર્ણય ખોટા સાબિત થઈ શકે છે. તમારા જીવનસાથીના જૂના રહસ્યો સામેમાં આવતાં વૈવાહિક જીવનમાં તણાવ વધશે.
આ પણ વાંચો: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ! ઈરાને દુનિયા પર ફોડ્યો 'ઓઈલ બોમ્બ', સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન પોતાના સ્વાસ્થ્ય અને વાણી બંને પર ધ્યાન આપવું પડશે. ગુસ્સાના કારણે નજીકના સંબંધોમાં તિરાડ આવી શકે છે. કોઈ સંબંધી સાથે મોટો મતભેદ થવાની આશંકા છે. માર્ચના અંત સુધીમાં તમારી આર્થક સ્થિતિ ખરાબ શકે છે. આંખ સંબંધિત ગંભીર બીમારી તમને પરેશાન કરી શકે છે.









