Get The App

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ! ઈરાને દુનિયા પર ફોડ્યો 'ઓઈલ બોમ્બ', સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ! ઈરાને દુનિયા પર ફોડ્યો 'ઓઈલ બોમ્બ', સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ 1 - image


Israel Iraq War : ઈરાને ઈઝરાયેલ અને અમેરિકાના હુમલાના વિરોધમાં એક ઐતિહાસિક અને અત્યંત કડક નિર્ણય લેતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (હોર્મુઝની સામુદ્રધુની) ને સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે (IRGC) આ દરિયાઈ માર્ગ પર પોતાની મિસાઈલો અને યુદ્ધ જહાજો તૈનાત કરી દીધા છે. જેના કારણે અખાતી દેશોમાંથી થતી તેલ અને ગેસની નિકાસ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ઘેરાબંધીને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ આસમાને પહોંચી શકે છે અને $150 પ્રતિ બેરલને પાર કરી શકે છે, જે વૈશ્વિક અર્થતંત્ર માટે કોઈ ‘ઓઈલ બોમ્બ’થી ઓછું નહીં હોય.

દુનિયાની ઓઈલ સપ્લાયની કરોડરજ્જુ ઠપ

ઈરાનનું આ પગલું સીધી રીતે અમેરિકા અને તેના સાથી દેશો માટે એક મોટો આર્થિક પડકાર છે, જેના કારણે હવે ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતાઓ વધી ગઈ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એટલી સાંકડી છે કે, તેના સૌથી ઓછા પહોળાઈ ધરાવતા ભાગમાં જહાજોને પસાર થવા માટે માત્ર 3 કિલોમીટરનો રસ્તો મળે છે. ઈરાને આ જ ‘નબળાઈ’ને પોતાનું હથિયાર બનાવ્યું છે. અખાતના આ સાંકડા રસ્તા પરથી વિશ્વનો અંદાજે 25 ટકા તેલ અને ગેસનો જથ્થો પસાર થાય છે, જે અટકી જવાનો સીધો અર્થ છે વૈશ્વિક સ્તરે ઊર્જાનું મહાસંકટ છે. 

હોર્મુઝ બંધ થવાથી શું થશે?

તેલની ભારે અછત સર્જાશે. ભારત, ચીન અને જાપાન જેવા એશિયાઈ દેશો પોતાની ઊર્જા જરૂરિયાતો માટે આ જ રસ્તા પર નિર્ભર છે. સપ્લાય અટકવાથી પેટ્રોલ-ડીઝલની અછત સર્જાઈ શકે છે.

વૈશ્વિક મોંઘવારીનો વિસ્ફોટ શક્ય. જ્યારે તેલ મોંઘું થશે, ત્યારે માલસામાનના પરિવહનથી લઈને વીજળી સુધી બધું જ મોંઘું થઈ જશે, જેનાથી વિશ્વભરમાં મોંઘવારી રેકોર્ડ સ્તરે પહોંચી જશે.

લશ્કરી અથડામણનો પણ ખતરો છે. અમેરિકાએ હંમેશા કહ્યું છે કે તે હોર્મુઝને ખુલ્લું રાખવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. આવી સ્થિતિમાં અમેરિકન નૌકાદળ અને ઈરાન વચ્ચે સમુદ્રમાં સીધી અથડામણ હવે નક્કી માનવામાં આવી રહી છે.