Astro

રસોડાની આ 1 ભૂલથી વધે છે રાહુ દોષ અને અચાનક ખર્ચ! આજે જ બદલો રોટલી બનાવવાનો આ નિયમ

By GS Team
7 Jul 20262 mins read
TukuTouch Logo
ભારતીય સમાજમાં રસોડાને સુખ-સમૃદ્ધિનું કેન્દ્ર મનાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરમાં રોટલીઓ ગણીને ન બનાવવી જોઈએ. આમ કરવાથી બરકત ઘટે છે અને રાહુનો નકારાત્મક પ્રભાવ વધે છે. મહેમાનનો સત્કાર ન થતાં બુધ-ગુરુ નબળા પડે છે. વૈજ્ઞાનિક રીતે પણ આ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. હંમેશા 2-3 રોટલી વધુ બનાવવી જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

રસોડાની આ 1 ભૂલથી વધે છે રાહુ દોષ અને અચાનક ખર્ચ! આજે જ બદલો રોટલી બનાવવાનો આ નિયમ

Roti Vastu Tips: આપણા ભારતીય સમાજમાં રસોડાને માત્ર રસોઈ બનાવવાની જગ્યા જ નહીં, પરંતુ ઘરની સુખ-સમૃદ્ધિ અને બરકતનું કેન્દ્ર માનવામાં આવે છે. તમે મોટાભાગે ઘરના વડીલોને કહેતા સાંભળ્યા હશે કે રસોડામાં ક્યારેય રોટલીઓ ગણીને ન બનાવવી જોઈએ. કેટલાક લોકો આ બાબતને માત્ર એક જૂની વિચારધારા અથવા અંધશ્રદ્ધા માનીને નજરઅંદાજ કરી દે છે, તો કેટલાક લોકો આજે પણ આ નિયમનું પૂરી શ્રદ્ધાથી પાલન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે રોટલી ગણીને ન બનાવવા પાછળ માત્ર પૌરાણિક માન્યતાઓ કે, વાસ્તુશાસ્ત્ર જ જવાબદાર નથી, પરંતુ તેની પાછળ એક ઊંડું વ્યવહારિક અને સ્વાસ્થ્ય સંબંધિત તર્ક પણ છે? આવો જાણીએ કે રોટલી ગણીને બનાવવાથી તમારા સ્વાસ્થ્ય, સંબંધો અને ઘરની સમૃદ્ધિ પર કેવી અસર પડે છે.

વાસ્તુ શાસ્ત્રનો દ્રષ્ટિકોણ

બરકતમાં ઘટાડો

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ્યારે આપણે ગણીને રોટલીઓ બનાવીએ છીએ, ત્યારે આપણે અજાણતા જ આપણા ઘરની બરકતને મર્યાદિત કરી દઈએ છીએ. શાસ્ત્રોમાં ભોજનને માતા અન્નપૂર્ણાનું સ્વરૂપ માનવામાં આવે છે, અને ભોજનને તોલવું કે ગણવું એ તેમનું અનાદર કરવા બરાબર છે.

ગ્રહોનો પ્રભાવ

રાહુનો દોષ

જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં રસોડાને મંગળ ગ્રહનું સ્થાન માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ગણી-ગણીને રોટલી બનાવવાથી કુંડળીમાં રાહુનો નકારાત્મક પ્રભાવ વધે છે, જેના કારણે ઘરમાં માનસિક તણાવ અને કારણ વિનાના ખર્ચમાં વધારો થાય છે.

મહેમાનનો સત્કાર

સનાતન પરંપરામાં 'અતિથિ દેવો ભવ'ની ભાવના રહેલી છે. જો રોટલીઓ ગણીને બનાવવામાં આવે અને અચાનક કોઈ મહેમાન આવી જાય, તો તેમને સન્માનપૂર્વક ભોજન ન કરાવી શકાય, જેના કારણે કુંડળીમાં બુધ અને ગુરુ ગ્રહ નબળા પડે છે.

વૈજ્ઞાનિક કારણ (Scientific Reasons)

ભૂખ અને સંતુષ્ટિનો નિયમ

માણસની ભૂખ દરેક દિવસે એકસરખી નથી હોતી. ક્યારેક કામના તણાવને કારણે ભૂખ ઓછી લાગે છે, તો ક્યારેક સ્વાદિષ્ટ ભોજન અથવા વધુ શારીરિક શ્રમના કારણે વ્યક્તિ એક-બે રોટલી વધુ ખાઈ લે છે. જો ઘરમાં કડક ગણતરી રાખીને જ રોટલીઓ બનાવવામાં આવશે, તો પરિવારના કોઈ સભ્યએ પોતાની ભૂખ મારવી પડે છે, જે સ્વાસ્થ્ય માટે બિલકુલ બરાબર નથી.

સકારાત્મક ઊર્જામાં ઘટાડો

જે મહિલા કે રસોઈ બનાવનાર વ્યક્તિ સતત ગણી-ગણીને રોટલી બનાવે છે તો, તેમની માનસિકતા મર્યાદિત અથવા કંજૂસાઈવાળી થવા લાગે છે. જેની સીધી અસર ભોજનના સ્વાદ અને રસોડાના વાતાવરણ પર પડે છે.

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કેટલી રોટલી વધુ બનાવવી?

પહેલી રોટલી ગાય માટે

રસોઈ બનાવતી વખતે પહેલી રોટલી હંમેશા ગાય માટે કાઢવી જોઈએ. એવું કરવાથી ઘરના તમામ વાસ્તુદોષ દૂર થાય છે અને પિતૃઓના આશીર્વાદ મળે છે.

છેલ્લી રોટલી કૂતરા માટે

રસોડામાં બનતી છેલ્લી રોટલી હંમેશા કૂતરા માટે હોવી જોઈએ. જેનાથી રાહુ, કેતુ અને શનિ જેવા ગ્રહો શાંત રહે છે.

વધુ રોટલી

ઘરમાં રસોઈ બનાવતી વખતે હંમેશા ૨-૩ રોટલીઓ વધારે બનાવવી જોઈએ, જેથી કોઈ ભૂખ્યો જીવ, પક્ષી કે અચાનક આવી ગયેલા મહેમાન ઘરના આંગણેથી ક્યારેય ભૂખ્યા પેટે અથવા ખાલી હાથે પાછા ન જાય.