સિંહ-કુંભ સહિત આ 3 રાશિના જાતકોના ખિસ્સાં થશે ખાલી! ઓફિસમાં વિવાદોથી બચવું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shukra Gochar: જ્યોતિષશાસ્ત્રમાં સુખ, સમૃદ્ધિ, પ્રેમ અને એશ્વર્યનો કારક ગણાતા શુક્ર દેવ ટૂંક સમયમાં પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે. શુક્ર 4 જુલાઈ, 2026ના રોજ સાંજે 7:18 વાગ્યે સૂર્યની રાશિ સિંહમાં ગોચર કરશે. શુક્ર 1 ઓગસ્ટના રોજ સવારે 9:33 વાગ્યા સુધી સૂર્યના ઘરમાં રહેશે. શુક્રનું આ રાશિ પરિવર્તન કેટલીક રાશિઓ માટે સુખ-સુવિધાઓમાં વધારો કરશે, પરંતુ આ ગોચર 3 રાશિઓના જીવનમાં મોટા ઉતાર-ચઢાવ અને પડકારો લાવી શકે છે. આર્થિક તંગીથી લઈને કારકિર્દીમાં અવરોધો અને પર્સનલ લાઈફમાં કડવાશ જેવી સમસ્યાઓથી બચવા માટે આ જાતકોએ સાવધાન રહેવું પડશે. ચાલો જાણીએ કે શુક્રના સિંહ રાશિમાં ગોચરથી કઈ 3 રાશિઓનું સંકટ વધી શકે છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર સાવધાની સાથે આગળ વધવાનો સંકેત આપી રહ્યું છે.
કરિયર અને બિઝનેસ
કાર્યક્ષેત્ર પર સહકર્મચારીઓ અથવા અધિકારીઓ સાથે કોઈ બાબતને લઈને મતભેદ થઈ શકે છે. કોઈપણ નવું, મોટું રોકાણ કરતા પહેલા અનુભવી લોકોની સલાહ ચોક્કસ લો, નહીં તો તમને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે.
સબંધો અને સ્વાસ્થ્ય
લવ લાઈફ અને લગ્નજીવનમાં નાની-નાની બાબતોને લઈને તણાવ વધી શકે છે. તમારી વાણી પર નિયંત્રણ રાખો. માનસિક તણાવ અને પેટ સંબંધિત સમસ્યાઓ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
સિંહ રાશિ
શુક્રનું ગોચર તમારી જ રાશિમાં થઈ રહ્યું છે, તેથી તેની સીધી અને વધુ અસર તમારા સ્વભાવ અને જીવન પર જોવા મળશે.
આર્થિક સ્થિતિ
આ દરમિયાન તમારી ભૌતિક સુખ-સુવિધાઓ અને વૈભવ પર તમારા ખર્ચમાં ભારે વધારો થઈ શકે છે, જે તમારા માસિક બજેટને સંપૂર્ણપણે બગાડી શકે છે. નકામા ખર્ચને કાબુમાં લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સબંધો અને કરિયર
ઓફિસમાં તમારી પર કામનું દબાણ વધી શકે છે, જેના કારણે સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે. તમારા જીવનસાથી સાથે અહંકારના સંઘર્ષ ટાળો, નહીંતર વાત વધી શકે છે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે, શુક્રનું સિંહ રાશિમાં ગોચર મિશ્ર જેવા થોડા નકારાત્મક પરિણામો લાવી શકે છે.
ધન અને બિઝનેસ
પાર્ટનરશિરમાં બિઝનેસ કરતા જાતકોને આ સમયગાળા દરમિયાન વધુ સાવધ રહેવાની જરૂર છે. આર્થિક વ્યવહારોમાં પારદર્શિતા જાળવી રાખો, નહીંતર પરસ્પર વિવાદ કોર્ટ સુધી પહોંચી શકે છે. બાકી પૈસા મળવામાં વધુ વિલંબ થઈ શકે છે.
પારિવારિક જીવન
ઘર-પરિવારમાં કોઈ બાબતને લઈને સંઘર્ષની સ્થિતિ ઊભી થઈ શકે છે. તમારા માતા-પિતા અથવા જીવનસાથી સાથે મતભેદો વધુ ઘેરા બનવાની આશંકા છે. આ સમય દરમિયાન ધીરજથી કામ લો અને તમારી યાત્રા પર સમજી-વિચારીને જવું.
ઉપાય
શુક્ર ગ્રહના આ નકારાત્મક પ્રભાવથી બચવા માટે શુક્રવારે સફેદ વસ્તુઓ (જેમ કે દૂધ, ખાંડ અથવા ચોખા) નું દાન કરો અને નિયમિતપણે દેવી લક્ષ્મીની પૂજા-અર્ચના કરો.









