Astro

21 મી સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ, અનેક દેશોમાં 6 મિનિટ 23 સુધી દિવસે છવાશે અંધારું

By GS Team
2 Aug 20262 mins read
TukuTouch Logo
2 ઓગસ્ટ, 2027ના રોજ 21મી સદીનું સૌથી લાંબું સૂર્યગ્રહણ જોવા મળશે. આ દુર્લભ ખગોળીય ઘટનામાં ચંદ્ર સૂર્યને 6 મિનિટ 23 સેકન્ડ સુધી સંપૂર્ણપણે ઢાંકી દેશે. ઈજિપ્તનું લક્સર, સાઉદી અરેબિયા અને સ્પેન જેવા દેશોમાં પૂર્ણ ગ્રહણ દેખાશે. ભારતમાં આંશિક ગ્રહણ જોવા મળશે. સુરક્ષા માટે ખાસ ચશ્મા પહેરવા અનિવાર્ય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

21 મી સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ, અનેક દેશોમાં 6 મિનિટ 23 સુધી દિવસે છવાશે અંધારું

Longest Solar Eclipse: 2 ઓગસ્ટ, 2027ના રોજ આકાશમાં એક દુર્લભ અને રોમાંચક ખગોળીય ઘટના જોવા મળશે. આ દિવસે 21મી સદીના સૌથી લાંબા પૂર્ણ સૂર્યગ્રહણોમાંથી એક ગ્રહણ લાગશે, જે પોતાના પૂર્ણ પથ પર 6 મિનિટથી પણ વધુ સમય માટે દિવસને રાતમાં ફેરવી દેશે.

નાસા અને ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે આ પૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દેશે. આકાશમાં અંધારું છવાઈ જશે, તાપમાનમાં અચાનક ઘટાડો થશે, તારા દેખાવા લાગશે અને સૂર્યનો ચમકતો કોરોના (બહારનું વાયુમંડળ) સ્પષ્ટપણે નજર આવશે. આ ગ્રહણનો મહત્તમ સમયગાળો લગભગ 6 મિનિટ 23 સેકન્ડ રહેશે, જે ઈજિપ્તના લક્સર પાસે નોંધાશે.

ક્યાં દેખાશે આ પૂર્ણ સૂર્યગ્રહણ?

પૂર્ણતાનો પથ અટલાન્ટિક મહાસાગરથી શરૂ થઈને દક્ષિણ સ્પેન, જિબ્રાલ્ટર, મોરોક્કો, અલ્જીરિયા, ટ્યુનિશિયા, લિબિયા, ઈજિપ્ત, સાઉદી અરેબિયા, યમન અને સોમાલિયા સુધી જશે. લક્સર, જેદ્દાહ, મક્કા અને બેંગાઝી જેવા શહેરોમાં આ ગ્રહણ લાંબા સમય સુધી પૂર્ણ સ્વરૂપે દેખાશે.

ભારતમાં કેવું દેખાશે આ ગ્રહણ?

ભારતમાં આ પૂર્ણ સૂર્યગ્રહણ નહીં, પરંતુ આંશિક સૂર્યગ્રહણના રૂપમાં દેખાશે. દેશના ઘણા ભાગોમાં ચંદ્ર સૂર્યના એક ભાગને ઢાંકી દેશે.

આ ગ્રહણ એટલા માટે ખાસ છે કારણ કે, ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હશે અને સૂર્ય સરખામણીએ દૂર હશે, જેના કારણે પૂર્ણતાનો સમયગાળો અસાધારણ રીતે લાંબો થઈ જશે. 2009 પછી જમીન પરથી સરળતાથી જોઈ શકાય તેવા સ્થળો પર આટલું લાંબું પૂર્ણ સૂર્યગ્રહણ નથી થયું. આનાથી પણ લાંબું ગ્રહણ હવે દાયકાઓ પછી જ થશે.

ચેતવણી

એક્સપર્ટ ચેતવણી આપે છે કે, પૂર્ણ ગ્રહણના સીમિત સમય સિવાય સૂર્યને સીધી રીતે ન જોવો. માત્ર પ્રમાણિત સોલર વ્યૂઇંગ ગ્લાસનો જ ઉપયોગ કરવો. સામાન્ય સનગ્લાસ સુરક્ષિત નથી હોતા. આ ઘટના ખગોળ વિજ્ઞાન માટે ઐતિહાસિક માનવામાં આવી રહી છે, કારણ કે આટલા લાંબા પૂર્ણ સૂર્યગ્રહણને જમીન પરથી સરળતાથી જોવાનો અવસર આ સદીમાં ફરીથી ખૂબ જ ઓછો મળશે.