Surya Nakshatra : દ્રિક પંચાંગ મુજબ માર્ચ 2026માં સૂર્ય દેવ ત્રણ વખત નક્ષત્ર બદલશે, જે જ્યોતિષ અનુસાર બહુ ખાસ માનવામાં આવે છે. જેમાં સૌથી પહેલા 5 માર્ચ એટલે કે રાત્રે 1 વાગ્યાથી સૂર્ય પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. ત્યારબાદ 18 માર્ચની સવારે 9:27 વાગ્યા પર સૂર્ય ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં આવશે. જ્યારે મહિનાના અંતમાં એટલે કે 31 માર્ચે રાત્રે 8:16 વાગ્યા પર સૂર્ય રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે. આમ, સૂર્યનું ટ્રિપલ નક્ષત્ર મેષ, મિથુન સહિતની રાશિના જાતકોના જીવનમાં ગુડ ટાઈમ લાવી શકે છે.
માર્ચ મહિનામાં સૂર્ય ઘણી વખત નક્ષત્ર બદલવાથી અમુક રાશિના જાતકોના જીવનમાં પરિવર્તનના સંકેત છે. જેમાં ખાસ કરીને કરિયર, લીડરશિપ, સરકારી કામ અને બિઝનેસમાં વૃદ્ધી આવી શકે છે. સૂર્યના ટ્રિપલ નક્ષત્રની અસર તમામ રાશિ પર પડશે, પરંતુ કેટલીક રાશિના જાતકો પર તેની સૌથી વધુ અસર જોવા મળશે.
મેષ રાશિ
આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ પહેલા કરતા વધુ મજબૂત બનશે. રોકાયેલા કારકિર્દીના કાર્યો ધીમે ધીમે આગળ વધી શકે છે. કામ પર ઉપરી અધિકારીઓનો ટેકો મળશે. નવી જવાબદારીઓ પણ મળી શકે છે. વ્યવસાયમાં સમજદાર નિર્ણયો નફાકારક બની શકે છે. પરિવારમાં માન વધશે અને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. સંબંધોમાં સમજણ સુધરશે.
આ પણ વાંચો: સાપ્તાહિક રાશિફળ: 2થી 8 માર્ચ 2026, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય
મિથુન રાશિ
આ તમારા માટે લોકો સાથે જોડાવાનો અને આગળ વધવાનો સમય છે. સંપર્કો અને નેટવર્કિંગ દ્વારા સારી તકો ઊભી થઈ શકે છે. નોકરીમાં ફેરફાર અથવા પ્રમોશન શક્ય છે. તમારી વાતચીત કરવાની રીત અને કુશળતા લાભદાયક સાબિત થશે અને કોઈ મોટી તક ઊભી થઈ શકે છે. તમને મિત્રો અને પ્રિયજનો તરફથી ટેકો મળશે.
સિંહ રાશિ
સૂર્ય સિંહ રાશિના સ્વામી છે, એટલાં માટે આ સમય સિંહ રાશિના જાતકો માટે ખાસ રહેશે. આ રાશિના જાતકોમાં કામકાજમાં નેતૃત્વ ક્ષમતા વધશે અને મોટા વ્યક્તિ સાથે સંપર્ક બની શકે છે. સરકારી કામમાં સફળતા મળી શકે છે. બિઝનેસમાં વૃદ્ધી થશે અને પ્રોપર્ટીથી જોડાયેલા કાર્યોમાં સફળતા મળી શકે છે. સમાજમાં માન-સન્માન વધશે.
તુલા રાશિ
આ રાશિના જાતકોના કરિયરમાં સંતુલન અને સ્થિરતા આવાની સંકેત છે. જો તમે પાર્ટનરશિપમાં કામ કરો છો તો લાભ મળવાની શક્યતા છે. કળા, મીડિયા કે ડિઝાઈનથી જોડાયેલા લોકોને પ્રસિદ્ધિ મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. સંબંધમાં મધૂરતા આવશે અને કોઈ અટકેલા કામ પૂરા થવાની સંભાવના છે.
ધનુ રાશિ
ધનુ રાશિ માટે સૂર્યનું ટ્રિપલ નક્ષત્ર ભાગ્યનો સાથ આપનારું સાબિત થશે. શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. આધ્યાત્મિક રૂચિ વધશે અને મુસાફરીથી પણ લાભ મળી શકે છે. નોકરીમાં નવા અવસર મળી શકે છે. પરિવારમાં શુભ કાર્ય થવાના યોગ છે અને વડીલોનું માર્ગદર્શન મદદગાર સાબિત થશે.
આ પણ વાંચો: શું તમારા ઘરમાં પણ ઓપન કિચન છે? જાણો વાસ્તુ દોષ દૂર કરવાના સરળ ઉપાયો
મકર રાશિ
માર્ચમાં સૂર્યના ત્રણ નક્ષત્ર થવાના હોવાથી મકર રાશિના જાતકો માટે આ સમય લાભદાયક સાબિત થશે અને તેમની મહેનત રંગ લાવશે. જેમાં નોકરી કે પ્રમોશનમાં સેલેરી વધવાની સંભાવના છે. જમીન-મિલકતથી જોડાયેલા મામલે ફાયદો થઈ શકે છે. લાંબા સમયથી રોકાયેલા કાર્યો પૂરા થવાની સંભાવના છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને પરિવારનો સહયોગ તમને આગળ વધવામાં મદદરૂપ થશે.


