Astro

હજુ 15 દિવસ સુધી રહેશે સૂર્યગ્રહણની અસર! કન્યા, કુંભ અને મીન સહિત આ 5 રાશિના જાતકો ખાસ ચેતજો!

By GS Team
18 Feb 20262 mins read
TukuTouch Logo
વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 17 ફેબ્રુઆરીના રોજ લાગ્યું હતું. આ સૂર્યગ્રહણ બપોરે 3:11 વાગ્યે શરુ થયું અને સાંજે 7:57 વાગ્યે પૂરું થયું હતું. જોકે, આ સૂર્યગ્રહણની અસરો હજુ સંપૂર્ણપણે સમાપ્ત નથી થઈ. જ્યોતિષવિદ પંડિત સંજય શર્માએ જણાવ્યું કે, સૂર્યગ્રહણની અસર લગભગ એક મહિના સુધી રહે છે. સૂર્યગ્રહણના 15 દિવસ પહેલા અને 15 દિવસ પછી. આવી સ્થિતિમાં 17 ફેબ્રુઆરીના રોજ લાગેલા સૂર્યગ્રહણની અસર 4 માર્ચ સુધી રહેશે. 4 માર્ચે જ રંગોનો તહેવાર હોળી પણ છે અને તે જ દિવસે સૂર્યગ્રહણની અસરો સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે. ત્યાં સુધી પાંચ રાશિના જાતકોએ ખૂબ સાવચેત રહેવું પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

હજુ 15 દિવસ સુધી રહેશે સૂર્યગ્રહણની અસર! કન્યા, કુંભ અને મીન સહિત આ 5 રાશિના જાતકો ખાસ ચેતજો!

Surya Grahan 2026: વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 17 ફેબ્રુઆરીના રોજ લાગ્યું હતું. આ સૂર્યગ્રહણ બપોરે 3:11 વાગ્યે શરુ થયું અને સાંજે 7:57 વાગ્યે પૂરું થયું હતું. જોકે, આ સૂર્યગ્રહણની અસરો હજુ સંપૂર્ણપણે સમાપ્ત નથી થઈ. જ્યોતિષવિદ પંડિત સંજય શર્માએ જણાવ્યું કે, સૂર્યગ્રહણની અસર લગભગ એક મહિના સુધી રહે છે. સૂર્યગ્રહણના 15 દિવસ પહેલા અને 15 દિવસ પછી. આવી સ્થિતિમાં 17 ફેબ્રુઆરીના રોજ લાગેલા સૂર્યગ્રહણની અસર 4 માર્ચ સુધી રહેશે. 4 માર્ચે જ રંગોનો તહેવાર હોળી પણ છે અને તે જ દિવસે સૂર્યગ્રહણની અસરો સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે. ત્યાં સુધી પાંચ રાશિના જાતકોએ ખૂબ સાવચેત રહેવું પડશે. 

સિંહ રાશિ

સૂર્યગ્રહણની અસર તમારા માટે પડકારરૂપ રહી શકે છે. આગામી 15 દિવસ સુધી તમારે ખૂબ જ સાવધાની પૂર્વક કામ લેવા પડશે. તમારો આત્મવિશ્વાસ ઘટી શકે છે. નોકરી અને બિઝનેસમાં મોટા નુકસાનનો સામનો કરવો પડી શકે છે. ઉતાવળ અને ઘમંડ તમને ગંભીર મુશ્કેલીમાં મૂકી શકે છે. વરષ્ઠો સાથે તકરાર શક્ય છે. બિનજરૂરી વિવાદોમાં પડવાનું ટાળો.

કન્યા રાશિ

સૂર્યગ્રહણની અસર કન્યા રાશિના જાતકો માટે પણ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. નોકરી, બિઝનેસ અથવા અન્ય કામકાજના મામલે અવરોધો આવશે. આર્થિક નુકસાન થવાની શક્યતા છે. બિનજરૂરી ખર્ચ અને રોકાણો વધી શકે છે. ઈજા અને દુર્ઘટનાઓનું જોખમ ખૂબ વધારે રહેશે. તેથી તમને ખૂબ કાળજીપૂર્વક વાહન ચલાવવાની સલાહ આપવામાં આવે છે. બીજા કોઈનું વાહન માગીને તો બિલકુલ ન ચલાવવું.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ આગામી 15 દિવસો મુશ્કેલીભર્યા રહી શકે છે. રોકાણ અને ખર્ચ સંબંધિત મામલે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. ખોટા લોકો સાથેની સંગત તમને કોઈ મોટી સમસ્યામાં મૂકી શકે છે. શોર્ટકટ રીતે પૈસા કમાવવાનો પ્રયાસ તમને મોટી મુશ્કેલીમાં ફસાવી શકે છે. જમીન, મકાન અથવા સંપત્તિ સંબંધિત મામલે સાવધાની રાખવી.

આ પણ વાંચો: Gujarat Budget: ગુજરાતનું રૂ. 4,08,053 કરોડનું વિક્રમી બજેટ, જાણો તમામ ક્ષેત્રની મહત્ત્વની જાહેરાતો

કુંભ રાશિ

સૂર્યગ્રહણ કુંભ રાશિમાં લાગ્યું હતું, તેથી આ રાશિ પર તેનો સૌથી વધુ પ્રભાવ છે. કુંભ રાશિના જાતકોને માનસિક તણાવ વધી શકે છે. વર્તનમાં ચિડિયાપણું સબંધોમાં ખટાશ ઉત્પન્ન કરી શકે છે. પારિવારિક જીવનમાં સંતુલન બનાવી રાખો. વિવાદોથી દૂર રહો. હાલમાં યાત્રા કરવાનું ટાળો. આગામી 15 દિવસમાં કોઈ મોટું જોખમ ન ઉઠાવો. હાલમાં કોઈ મોટું કામ શરુ કરવાનું ટાળો. 

મીન રાશિ

સૂર્ય પુત્ર શનિ મીન રાશિમાં બિરાજમાન છે. પિતા-પુત્ર એકબીજાના શત્રુ ગ્રહ પણ માનવામાં આવે છે. સૂર્યગ્રહણની અસર મીન રાશિના જાતકોને આર્થિક મોરચે નુકસાન આપી શકે છે. છેતરપિંડીનું જોખમ રહેશે. બિઝનેસમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. તમે સ્વાસ્થ્યમાં નબળાઈ કે થાક અનુભવી શકો છો. કોઈ જૂની બીમારી આગામી 15 દિવસ સુધી તમને પરેશાન કરી શકે છે.