બે દિવસ બાદ સૂર્યની કુંભમાં એન્ટ્રી થતાં આ રાશિના જાતકોના જીવનમાં મચશે ઉથલપાથલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surya Gochar 2026: દર વર્ષે સૂર્ય 12 વખત રાશિ પરિવર્તન કરે છે અને દરેક વખતે તેની અસર અલગ-અલગ રાશિઓ પર પડે છે. ક્યારેક આ પરિવર્તન પ્રગતિ લઈને આવે છે, તો ક્યારેક કેટલીક મુશ્કેલીઓ લઈને આવે છે. તાજેતરમાં સૂર્ય મકર રાશિમાં હતા અને મકરસંક્રાંતિના પર્વની ઉજવણી થઈ. હવે 13 ફેબ્રુઆરી, 2026ના રોજ સૂર્ય મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જ્યોતિષીય દૃષ્ટિકોણથી આ પરિવર્તન ખાસ છે કારણ કે સૂર્ય સતત શનિની રાશિઓ પહેલા મકર અને પછી કુંભમાં રહેશે.
જ્યોતિષીઓના મતે આ પરિસ્થિતિ કેટલીક રાશિઓ માટે દબાણ અને પડકારો વધારી શકે છે. ખાસ કરીને કરિયર, પૈસા, સ્વાસ્થ્ય અને સંબંધોમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. તો ચાલો જાણીએ કે આ મહિને કઈ ત્રણ રાશિઓએ ખાસ સાવધાની રાખવી જોઈએ.
કર્ક રાશિ
સૂર્ય ગોચરના કારણે કર્ક રાશિના જાતકોનું મન થોડું અસ્થિર રહી શકે છે. નાની-નાની બાબતો પર ભાવનાત્મક પ્રતિક્રિયા આપવાથી નુકસાન થઈ શકે છે. આર્થિક નિર્ણયોમાં ઉતાવળ ન કરવી. જો કોઈ નવું કામ શરુ કરવા અંગે વિચારી રહ્યા છો તો થોડો સમય અટકી જવું સારું રહેશે. અનુભવી વ્યક્તિની સલાહ લેવી ફાયદાકારક રહેશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે આ સમય મહેનત વધુ અને પરિણામો ઓછા આપનારો રહી શકે છે. ઑફિસમાં કામનું દબાણ વધી શકે છે અથવા સહકર્મચારીઓ સાથે તાલમેલ બગડી શકે છે. ખર્ચ પર નિયંત્રણ રાખવું મહત્ત્વપૂર્ણ છે. સ્વાસ્થ્યના મામલે બેદરકારી ન રાખવી, ખાસ કરીને પેટ અને તણાવ સંબંધિત સમસ્યાઓ પર ધ્યાન આપવું.
આ પણ વાંચો: 120 વર્ષ બાદ સૂર્ય-શનિ-શુક્રનો ત્રિગ્રહી યોગ, 4 રાશિના જાતકોને થશે પૈસાની ખૂબ બચત
મીન રાશિ
આ સમય દરમિયાન મીન રાશિના જાતકોને સૌથી વધુ ધીરજની જરૂર પડશે. યોજનાઓ બનશે, પરંતુ તેમાં વિલંબ થઈ શકે છે. ઘરનો માહોલ થોડો તણાવપૂર્ણ રહી શકે છે, જે તકલીફનું કારણ બની શકે છે. કોઈપણ વિવાદમાં પડવાથી બચો. શાંત રહીને પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરો, નહીંતર ભવિષ્યમાં તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.









