Astro

120 વર્ષ બાદ સૂર્ય-શનિ-શુક્રનો ત્રિગ્રહી યોગ, 4 રાશિના જાતકોને થશે પૈસાની ખૂબ બચત

By GS Team
11 Feb 20262 mins read
TukuTouch Logo
સૂર્ય, શનિ અને શુક્ર ટૂંક સમયમાં ત્રિગ્રહી યોગ બનાવવા જઈ રહ્યા છે. આ શુભ યોગ મીન રાશિમાં બનશે. હિન્દુ પંચાગ પ્રમાણે શુક્ર 2 માર્ચે મીનમાં ગોચર કરશે. ત્યારબાદ 15 માર્ચે સૂર્ય પણ આ જ રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે બીજી તરફ શનિ પહેલાથી જ મીનમાં બિરાજમાન છે. આવી સ્થિતિમાં મીનમાં રાશિમાં સૂર્ય, શુક્ર અને શનિની આ યુતિ લગભગ 120 વર્ષ બાદ થઈ રહી છે. આ ત્રિગ્રહી યોગ ચાર રાશિઓ માટે અત્યંત લાભદાયી માનવામાં આવી રહ્યો છે. શનિ, સૂર્ય અને શુક્રના ત્રિગ્રહી યોગનો પ્રભાવ આ ચાર રાશિના જાતકોના જીવનમાં મોટા ફેરફાર લઈને આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

120 વર્ષ બાદ સૂર્ય-શનિ-શુક્રનો ત્રિગ્રહી યોગ, 4 રાશિના જાતકોને થશે પૈસાની ખૂબ બચત

Trigrahi Yog 2026: સૂર્ય, શનિ અને શુક્ર ટૂંક સમયમાં ત્રિગ્રહી યોગ બનાવવા જઈ રહ્યા છે. આ શુભ યોગ મીન રાશિમાં બનશે. હિન્દુ પંચાગ પ્રમાણે શુક્ર 2 માર્ચે મીનમાં ગોચર કરશે. ત્યારબાદ 15 માર્ચે સૂર્ય પણ આ જ રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે બીજી તરફ શનિ પહેલાથી જ મીનમાં બિરાજમાન છે. આવી સ્થિતિમાં મીનમાં રાશિમાં સૂર્ય, શુક્ર અને શનિની આ યુતિ લગભગ 120 વર્ષ બાદ થઈ રહી છે. આ ત્રિગ્રહી યોગ ચાર રાશિઓ માટે અત્યંત લાભદાયી માનવામાં આવી રહ્યો છે. શનિ, સૂર્ય અને શુક્રના ત્રિગ્રહી યોગનો પ્રભાવ આ ચાર રાશિના જાતકોના જીવનમાં મોટા ફેરફાર લઈને આવશે. 

વૃષભ રાશિ

શુક્રના સ્વામિત્વ વાળી વૃષભ રાશિના જાતકોને કરિયર અને આર્થિક મામલે જબરદસ્ત લાભ મળી શકે છે. નોકરી અને રોજગારી મામલા તમારા પક્ષમાં રહેશે. તમને પ્રમોશનની સાથે મોટી જવાબદારીઓ અને સન્માન મળશે. પૈસાની બચત સરળતાથી થશે. બિઝનેસમેન માટે પણ આ સમય સારો દેખાઈ રહ્યો છે. નફામાં વધારો થવાથી તમારી મોટી ચિંતા દૂર થશે. નુકસાનમાં ચાલી રહેલો બિઝનેસ તમને સારો લાભ આપશે. 

સિંહ રાશિ 

સૂર્યના સ્વામિત્વ વાળી સિહ રાશિના જાતકો માટે આ યોગ આર્થિક સુધારાના સંકેત આપે છે. આવકના નવા સ્ત્રોત બની શકે છે. રોકાણ ફાયદાકારક રહેશે. તમે કોઈ નવું કાર્ય શરુ કરી શકો છો. તમે તમારા પૂર્વજોના વ્યવસાયને આગળ વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશો. વૈવાહિક જીવન અને પારિવારિક સંબંધોમાં મધુરતા વધશે. યાત્રાના યોગ પણ બની રહ્યા છે, જે અનુભવ અને લાભ બંને આપી શકે છે. આ દરમિયાન તમે તમારા શત્રુઓ પર પણ વિજય મેળવશો.

મકર રાશિ

શનિના સ્વામિત્વ વાળી મકર રાશિના જાતકોને ધનધાન્યના મોરચે જબરદસ્ત લાભ થશે. તમારી નોકરી અને બિઝનેસમાં અચાનક પ્રગતિ શક્ય બનશે. બચત, રોકાણ અને આર્થિક યોજના તમારા માટે અનુકૂળ છે. કાર્યસ્થળ પર તમારી વિરુદ્ધ કાવતરું ઘડનારાઓનો પર્દાફાશ થશે. તમારી વાણી અને વ્યક્તિત્વમાં પ્રભાવ વધશે. યાત્રાથી લાભ થશે.

આ પણ વાંચો: 'વંદે માતરમ્' માટે નવા નિયમો જાહેર: રાષ્ટ્રગાન પહેલાં ગાવું પડશે રાષ્ટ્રગીત, ઊભા થવું ફરજિયાત

કુંભ રાશિ

આ રાશિના સ્વામી પણ ભગવાન શનિદેવ છે. આ ત્રિગ્રહી યોગ કુંભ રાશિના જાતકોને કરિયરમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. પરિવારમાં શાંતિ અને સંવાદિતા જળવાઈ રહેશે. માન-સન્માન અને ઓળખ બનશે. જવાબદારીઓનો બોજ અને માનસિક દબાણ ઓછું થશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ આ સમય સારો દેખાઈ રહ્યો છે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે.