Get The App

Shravan Special : જાણો મહાદેવના 12 જ્યોતિર્લિંગની રોચક કથા અને તેનું મહત્વ

Updated: Aug 28th, 2023

GS TEAM


Google News
Google News
Shravan Special : જાણો મહાદેવના 12 જ્યોતિર્લિંગની રોચક કથા અને તેનું મહત્વ 1 - image


સોમનાથ

સોમનાથ એક એવું ધામ જ્યાં પહોંચતા પવિત્રતાની અનેરી અનુભૂતિ થાય છે. ૧૨ જ્યોતિર્લીંગોમાં સહુથી વધારે હવા ઉજાસ વાળું   સોમનાથ ધામનું મૂળ નામ પ્રભાસપાટણ છે. સૌરાષ્ટ્રમાં વસેલું આ પ્રભાસક્ષેત્ર હિંદુ ધર્મ પ્રમાણે ખુબ મહત્વ ધરાવે છે. કહે છે કે ત્યાં સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ છે. આવા પ્રભાસપાટણમાં વસેલા શિવલીંગની પણ એક સુંદર કથા છે.  Read More For Full Article


Shravan Special : જાણો મહાદેવના 12 જ્યોતિર્લિંગની રોચક કથા અને તેનું મહત્વ 2 - image

મલ્લિકાર્જુન

આંધ્રપ્રદેશના કુર્નુલ જીલ્લાનું એક એવું ધામ જ્યાં શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લીંગનો પણ વાસ છે અને જે એક શક્તિપીઠ પણ છે. ૧૨ જ્યોતિર્લીંગની કથાઓ રસપ્રદ છે અને એ કથાઓના અર્થ તારવીએ તો એ પણ ખ્યાલ આવે કે ભોળા શંભુનું જીવન સાદગી ભર્યું હતું જેને આપણે ક્યાંક આપણા જીવન સાથે પણ જોડીએ તો આપણે પણ કેટલીએ મુશેલીઓમાંથી સરળતાથી પસાર થઇ શકીએ. સંસાર અને વસ્તાર જેમ આપણા જીવનમાં માંડવાનો હોય છે એવો જ સંસાર ભગવાન ભોળા શમ્ભુનો પણ રહ્યો છે. કહેવાય છે કે શિવજી પણ કુટુંબપ્રિય દેવ છે. એમના કેટલાય ચિત્રોમાં આપણને તે પાર્વતી ગણેશ અને કાર્તિકેય સાથે જોવા મળે છે. પ્રશ્ન એ થાય કે શું એમના જીવનમાં પણ પારિવારિક સમસ્યાઓ રહી હશે? તો જવાબરૂપી આજની આ કથા છે જેમાં કાર્તિકેય શીવજીથી રિસાઈ ગયા અને શિવ તેમને મનાવવા પહોંચ્યા હતા. જેના થકી બીજા જ્યોતિર્લીંગ શ્રી મલ્લિકાર્જુનનો ઉદ્ભવ થયો હતો.  Read More For Full Article

Shravan Special : જાણો મહાદેવના 12 જ્યોતિર્લિંગની રોચક કથા અને તેનું મહત્વ 3 - image

મહાકાલેશ્વર

આકાશે તારકં લિંગમ્, પાતાલે હાટકેશ્વરમ્ । ભૂલોકે ચ મહાકાલો: લિંગમ્ ત્રય નમોડસ્તુતે. કહેવાય છે કે આકાશમાં દેવતાઓ તારક્લીંગને પાતાળમાં નાગ હાટકેશ્વરને અને મૃત્યુલોક પર મનુષ્ય મહાકાલેશ્વરને પૂજે છે. ૧૨ જ્યોતિર્લીંગમાંના ત્રીજા જ્યોતિર્લીંગ શ્રી મહાકાલેશ્વરની છે. Read More For Full Article

Shravan Special : જાણો મહાદેવના 12 જ્યોતિર્લિંગની રોચક કથા અને તેનું મહત્વ 4 - image

ઓમકાલેશ્વર

મધ્યપ્રદેશમાં નર્મદા અને કાવેરી નદીના સંગમસ્થાન પર એક પવિત્ર ટાપુ પર વસેલું એક એવું શિવલિંગ જેના દર્શન કરવાએ ત્રીદેવના દર્શન કરવા બરાબર છે. જે ટાપુ પર આ શિવલિંગ આવેલું છે એ ટાપુને માંધાતા પર્વત કે શિવપુરી કહેવાય છે. આ પર્વતની આજુબાજુ વહેતી નદીનો આકાર ૐ જેવો થતો હોવાથી આ જ્યોતિર્લિંગ ને ૐકારેશ્વર જ્યોતિર્લિંગ કહેવાય છે. Read More For Full Article

Shravan Special : જાણો મહાદેવના 12 જ્યોતિર્લિંગની રોચક કથા અને તેનું મહત્વ 5 - image

કેદારનાથ

હિમાલયની રુદ્ર હિમાલય પર્વતમાળામાં ચોખમ્બા ગ્લેશિયર પર આવેલા કેદારનાથને કેદારેશ્વર અથવા કેદારાંચલ તરીકે પણ ઓળખવામાં આવે છે. યમનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ અને કેદારનાથની પ્રખ્યાત ચારધામ યાત્રા પૈકીનું એક એવું કેદારનાથ દ્વાપરયુગથી શ્રદ્ધાળુઓની દૃઢ આસ્થાનું પ્રતીક છે. કેદારનાથમાં શિવજીનું સ્વરૂપ ત્રિકોણાકાર અથવા બળદની બંધના આકારનું છે, જે અન્ય ૧૧ જ્યોતિર્લિંગો કરતાં તદન જુદું જ છે. Read More For Full Article

Shravan Special : જાણો મહાદેવના 12 જ્યોતિર્લિંગની રોચક કથા અને તેનું મહત્વ 6 - image

ભીમશઁકર

12 જ્યોતિર્લીંગમાં એક કે જે મોટા હોવાને કારણે એને મોટેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે, આ જગ્યા પર મહાદેવે ભીમાસુરનો વધ કર્યો હતો, જેના લીધે આ જ્યોતિર્લિંગનું નામ ભીમશંકર પડ્યું. મહારાષ્ટ્રમાં પૂનાની નજીક ભીમશંકર જ્યોતિર્લિંગ ભીમાવતી નદીના કિનારે આવેલ છે. એવી માન્યતા છે કે ત્રિપુરાસુર નામના અસુર સાથેના યુદ્ધ સમયે ભગવાન શંકરના શરીરમાંથી જે પરસેવો નીકળ્યો હતો તેનાથી ભીમાવતી નદીનો જન્મ થયો હતો.  Read More For Full Article

Shravan Special : જાણો મહાદેવના 12 જ્યોતિર્લિંગની રોચક કથા અને તેનું મહત્વ 7 - image

કાશી વિશ્વનાથ

શંકર અને પાર્વતીએ એક ક્ષેત્રમાં તેમનું સ્વરૂપ પ્રકટાવ્યું હતું તે ક્ષેત્ર એટલે કાશીક્ષેત્ર. તે બંને પરમાનંદ સ્વરૂપથી તે મનોભાવન ક્ષેત્રમાં રમણ કરવા લાગ્યાં. તે ક્ષેત્ર પાંચ કોસનું છે. પ્રલયકાળમાં પણ શિવપાર્વતીએ તે ક્ષેત્ર છોડ્યું નહોતું. તેથી જ તેને અવિમુક્ષેત્ર કહેવાય છે. જ્યારે આ ભૂમંડળ નથી રહેતું, તેમજ જળની સત્તા પણ નથી રહેતી ત્યારે ત્યારે વિહાર કરવા માટે શિવજીએ આ કાશીક્ષેત્ર બનાવ્યું છે. Read More For Full Article

Shravan Special : જાણો મહાદેવના 12 જ્યોતિર્લિંગની રોચક કથા અને તેનું મહત્વ 8 - image

ત્રમ્બકેશ્વર

નરબલિ-નારાયણબલિ તથા કાળસર્પયોગની પૂજા વિધિ માટે વર્ષોથી આ સ્થળ પ્રખ્યાત છે. આ એક એવું સ્થળ છે જે પીત્રોઓના શ્રાદ્ધ માટે આદર્શ માનવામાં આવે છે. એટલે ટૂંકમાં કહીએ તો આત્માઓને પણ આ સ્થળે શાંતિ પ્રાપ્ત થાય છે. અને શાંતિ પ્રદાન કરવાની ક્ષમતા એક જ દેવમાં રહેલી છે દેવાધિ દેવ મહાદેવમાં. પરમ ભક્તોના મનની શુદ્ધિ માટે અને આત્માની મુક્તિ માટે જાણીતું આ સ્થળ એટલે નાસિકમાં ગોદાવરી નદીના કાંઠે આવેલું શ્રી ત્રયમ્બકેશ્વર.  Read More For Full Article

Shravan Special : જાણો મહાદેવના 12 જ્યોતિર્લિંગની રોચક કથા અને તેનું મહત્વ 9 - image

વૈદ્યનાથ 

ભારતમાં આવેલા 12 જ્યોતિર્લીંગમાં એક જ્યોતિર્લીંગ એવું છે કે જ્યાં મોક્ષ પ્રાપ્તિ અને પાપ મુક્તિની સાથે લોકો રોગ મુક્તિ અને સ્ત્રીઓ સૌભાગ્યવતીનું ફળ પ્રાપ્ત કરવા પણ દર્શને આવે છે. એ મહાન જ્યોતિર્લીંગ એટલે બિહારમાં અને હવે ઝારખંડમાં સ્થિત વૈદ્યનાથ જ્યોતિર્લિંગ જે બાબા ધામ તરીકે પણ પ્રખ્યાત છે.  Read More For Full Article

Shravan Special : જાણો મહાદેવના 12 જ્યોતિર્લિંગની રોચક કથા અને તેનું મહત્વ 10 - image

રામેશ્વર 

રામાયણકાળથી અસ્તિત્વ ધરાવતું તથા શિવ અને વૈષ્ણવ એમ બંને સંપ્રદાયોમાં આસ્થાન પ્રતીક એટલે સમુદ્રકિનારે આવેલું રામેશ્વરમ્, હિન્દુ શ્રદ્ધાળુઓ કાશીથી ગંગાજળ ભરીને રામેશ્વરમમાં અર્પણ કરે ત્યારે યાત્રા પૂર્ણ કર્યાનો સંતોષ મેળવે છે. રામેશ્વરમ્ એટલે રામના ઈશ્વરનું સ્થળ કે જ્યાં ભગવાન વિષ્ણુનો અવતાર એવા ભગવાન રામે સ્વયં શિવલિંગ સ્થાપીને શિવજીની ઉપાસના કરી હતી.  Read More For Full Article

Shravan Special : જાણો મહાદેવના 12 જ્યોતિર્લિંગની રોચક કથા અને તેનું મહત્વ 11 - image

નાગેશ્વર

શ્રી નાગેશ્વરની કથા એ વાત સિદ્ધ કરે છે કે ભોળા શંભુને પૂજતા અઘરામાં અઘરી સ્થિતિમાંથી બહાર નીકળી શકાય છે. 12 જ્યોતિર્લિંગમાંનું આ એક જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રના દરિયાકિનારા પર દ્વારકા શહેર અને બેટ દ્વારકા ટાપુના વચ્ચેના માર્ગ પર આવેલું છે. શ્રી નાગેશ્વરની કથા તમને શ્રદ્ધાવાન કરી મુકે એવી છે. આ જ્યોતિર્લિંગનો મહિમા અભૂતપૂર્વ છે. અહીં શ્રીદ્વારકાધીશ ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરતા હતા. Read More For Full Article

Shravan Special : જાણો મહાદેવના 12 જ્યોતિર્લિંગની રોચક કથા અને તેનું મહત્વ 12 - image

ઘૃષ્ણેશ્વર

કાશીખંડ નામના ગ્રંથમાં કરવામાં આવેલા ઉલ્લેખ અનુસાર શ્રી ધૃષ્ણેશ્વર મહાદેવનુ નામ પુરાણ કાળમાં કુમકુમેશ્વર હતુ. આ જ્યોતિર્લિંગની પ્રાગ્ટ્ય કથા મુજબ શિવજી અને માતા ગિરજાભવાની કામ્યક નામના વનમાં નિવાસ કરતાં હતાં, ત્યારે ધૃષ્ણેશ્વર મહાદેવની બાજુમાં આવેલા શિવાલય તીર્થના પૂર્વ કિનારા પર ઉભેલા માતા ગિરજાભવાની પોતાના હાથમાં કંકુ લઈને કપાળ પર લેપ કરવાની તૈયારી કરી રહ્યાં હતાં. માં ભવાનીએ તીર્થ કુંડમાંથી પાણી લઈને પોતાના ડાબા હાથમાં રાખેલા કંકુ પર પોતાની જમણા હાથની અનામિકા આંગળીથી ભેળવ્યું. તે વખતે મંત્રોચ્ચારને કારણે હથેળીમાં એક જ્યોતિ પ્રગટ થઈ. આ જ્યોતિને માતા ગિરજાભવાનીએ પોતાના સામર્થ્યથી એક લિંગમાં સ્થાપિત કરી તે જ જ્યોતિર્લિંગ એટલે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનુ એક જ્યોતિર્લિંગ શ્રી ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ. Read More For Full Article

Shravan Special : જાણો મહાદેવના 12 જ્યોતિર્લિંગની રોચક કથા અને તેનું મહત્વ 13 - image

Tags :