Astro

ગ્રાઉન્ડ ફ્લોર કે ઉપરનો માળ? ભાડે ઘર રાખતી વખતે બજેટ કે લોકેશન જ નહીં, વાસ્તુશાસ્ત્રની આ બાબતો પણ તપાસો

By GS Team
21 Jun 20263 mins read
TukuTouch Logo
મોટા શહેરોમાં પોતાનું મકાન ખરીદવું સરળ નથી. તેથી ઘણખરા લોકો ભાડાના મકાન કે ફ્લેટમાં રહેવા માટે મજબૂર છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો ભાડાનું ઘર પસંદ કરવા માટે માત્ર બજેટ અને લોકેશન પર જ ધ્યાન આપે છે. જ્યારે તેમાં વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલી બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી હોય છે. જ્યોતિષવિદો કહે છે કે જૂના ઘરો, મકાનોમાં નકારાત્મક ઊર્જા કે વાસ્તુદોષ હોવાની સંભાવના વધુ રહે છે. તેથી ભાડે મકાન લેતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગ્રાઉન્ડ ફ્લોર કે ઉપરનો માળ? ભાડે ઘર રાખતી વખતે બજેટ કે લોકેશન જ નહીં, વાસ્તુશાસ્ત્રની આ બાબતો પણ તપાસો

Vastu Tips For Rented House: મોટા શહેરોમાં પોતાનું મકાન ખરીદવું સરળ નથી. તેથી ઘણખરા લોકો ભાડાના મકાન કે ફ્લેટમાં રહેવા માટે મજબૂર છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો ભાડાનું ઘર પસંદ કરવા માટે માત્ર બજેટ અને લોકેશન પર જ ધ્યાન આપે છે. જ્યારે તેમાં વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલી બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી હોય છે. જ્યોતિષવિદો કહે છે કે જૂના ઘરો, મકાનોમાં નકારાત્મક ઊર્જા કે વાસ્તુદોષ હોવાની સંભાવના વધુ રહે છે. તેથી ભાડે મકાન લેતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

વાસ્તુ અનુસાર કયો માળ ઉત્તમ?

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ભાડાના મકાન માટે ઉપરના માળની પસંદગી વધુ સારી માનવામાં આવે છે. તેથી હંમેશા ગ્રાઉન્ડ ફ્લોરની જગ્યાએ ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર કે તેનાથી ઉપરના કોઈ ફ્લોરની જ પસંદગી કરો. ખૂબ જ જરૂરી હોવા પર અથવા કોઈ ખાસ પરિસ્થિતિમાં જ ગ્રાઉન્ડ ફ્લોરને પસંદ કરો.

ઘરમાં સૂર્યપ્રકાશનું વિશેષ મહત્વ

ભાડાનું મકાન કે રૂમ લેતી વખતે એ સુનિશ્ચિત કરો કે તેમાં સૂર્યનો કુદરતી પ્રકાશ પહોંચતો હોય. આ માટે જરૂરી છે કે ઘરમાં મોટી બારીઓ અને વેન્ટિલેશન હોય. આવી જગ્યાને વધુ સકારાત્મક માનવામાં આવે છે. આવી જગ્યાએ ન માત્ર સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે, પરંતુ સૂર્યના પૂરતા પ્રકાશથી બીજા પણ ઘણા ફાયદા થાય છે.

નકારાત્મક સ્થળોથી દૂર ઘર પસંદ કરો

વાસ્તુ અનુસાર, ભાડાનું મકાન લેતી વખતે ધ્યાન રાખો કે તે કોઈ સૂમસામ જગ્યા, સ્મશાન, ખંડેર થઈ ગયેલી જૂની ઈમારતથી દૂર હોવું જોઈએ. આવી જગ્યાઓ પર નકારાત્મક ઊર્જાનું દબાણ વધુ રહે છે. તેથી શક્ય હોય તો આવી જગ્યાઓ પર ઘર લેવાનું ટાળો.

તૂટેલા કે ભેજવાળા મકાનથી બચો

અવારનવાર લોકો ઓછા બજેટના ચક્કરમાં એવા ઘર, ફ્લેટ કે મકાનના ચક્કરમાં પડી જાય છે જેમાં વાસ્તુદોષ હોવાની સંભાવના ખૂબ જ વધારે રહે છે. જો ઘરની દીવાલો પર ભેજ હોય તો તેને ભાડે લેવાનું ટાળો. ઘરમાં જાળા હોય કે ભોંયતળિયું તૂટેલું હોય તો તેમાં આશરો ન લો. જો ઘરમાં સ્વિચ બોર્ડ કે ઈલેક્ટ્રિસિટીને લગતી કોઈ અન્ય સમસ્યા હોય તો આવી જગ્યાએ પણ ન રહો.

આ પણ વાંચો: રવિવારથી મંગળ બદલશે પોતાની ચાલ, મિથુન સહિત 3 રાશિના જાતકો માટે કપરો સમય શરૂ

ઘરની આસપાસ વૃક્ષોની વાસ્તુ અસરો

વાસ્તુશાસ્ત્ર અનુસાર, એવા મકાનને ભાડે લેવાથી બચવું જોઈએ જેના પર કેટલાક ખાસ વૃક્ષોનો પડછાયો પડતો હોય. ખાસ કરીને જો મકાન પર પીપળો, કાંટાવાળા વૃક્ષ કે આંબલીના વૃક્ષનો પડછાયો પડતો હોય તો તેનાથી બચો. જ્યારે અશોક, લીમડો અને શમીનું ઝાડ ઘરની સામે હોવું સારું માનવામાં આવે છે.

નોંધ: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોકવાયકાઓ પર આધારિત છે, જેનો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે. 'ગુજરાત સમાચાર' આ વાતોની સત્યતા કે તર્કસંગતતાની પુષ્ટિ કરતું નથી. વાચકોએ કોઈપણ નિર્ણય લેતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાત અથવા શાસ્ત્રજ્ઞની સલાહ લેવી હિતાવહ છે.