મેષ : આપની બુધ્ધિ- અનુભવ આવડત મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
વૃષભ : આપ નોકરી-ધંધે જાવ તો ઘર- પરિવારની ચિંતા જણાય અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.
મિથુન : દિવસ દરમ્યાન અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. ખર્ચ જણાય. પરંતુ નોકર-ચાકરવર્ગની તકલીફ અનુભવો.
કર્ક : આપના કાર્યની સાથે કૌટુંબિક- પારિવારિક કામકાજ અંગે દોડધામ- શ્રમ- ખર્ચ જણાય. પરંતુ આનંદ જણાય.
સિંહ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત જણાય.
કન્યા : આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડનો અનુભવ થાય. ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો.
તુલા : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. વાણીની મીઠાશથી લાભ ફાયદો મળી રહે.
વૃશ્ચિક : દિવસ દરમ્યાન આપના કાર્યની સાથે ઘર પરિવાર સગા-સંબંધીવર્ગ- મિત્રવર્ગના કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ રહે.
ધન : જૂના સ્વજન- સ્નેહી, મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી આનંદ અનુભવો. પરદેશના કામકાજમાં સાનુકુળતા રહે.
મકર : દિવસ દરમ્યાન આપને સુસ્તી- બેચેની અનુભવાય. તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઇચ્છા થાયનહીં.
કુંભ : જાહેર ક્ષેત્રના કામમાં,સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. આપના કામમાં અન્યનો સહકાર મળી રહે.
મીન : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગ સાથે વાદ-વિવાદ ગેરસમજણથી સંભાળવું પડે.
- અગ્નિદત્ત પદમનાભ


