Get The App

વાંચો તમારું 17 સપ્ટેમ્બર, 2022નું રાશિ ભવિષ્ય

Updated: Sep 16th, 2022

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 17 સપ્ટેમ્બર, 2022નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપના કામમાં સાનુકુળતા સરળતા રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક થાય. હર્ષ-લાભ રહે.

વૃષભ : માનસિક વ્યગ્રતા બેચેનીમાં દિવસ પસાર થાય. જમીન મકાન-વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં. આવેશમાં આવી જવું નહીં.

મિથુન : નાણાંકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડે. રાજકીય સરકારી કામમાં આપને રૂકાવટ-મુશ્કેલીનો સામનો કરવો પડે.

કર્ક : આપના કામમાં સંતાનનો સાથ સહકાર મળી રહેતા આપને રાહત રહે. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

સિંહ : જમીન મકાન વાહનના કામકાજ અંગે દોડધામ શ્રમ જણાય. સગા સંબંધી, મિત્રવર્ગના કામકાજ અંગે વ્યસ્ત રહેવું પડે.

કન્યા : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતમાં ધ્યાન રાખવું પડે. કોર્ટ કચેરીના કામમાં ઉતાવળ કરવી નહીં. ખર્ચ જણાય.

તુલા : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. વાદ-વિવાદ, ગેરસમજથી સંભાળવું પડે.

વૃશ્ચિક : આપના કામમાં સાનુકુળતા મળી રહે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય.

ધન : આપના કામમાં વ્યસ્ત રહો. અન્ય કર્મચારીનું કાર્ય આપની પાસે આવી જવાથી આપના કાર્યભાર-દોડધામ શ્રમમાં વધારો થાય.

મકર : આપના કામમાં વ્યસ્ત રહિ દિવસ પસાર કરી શકો. પરંતુ નાણાંકીય બાબતોમાં ધ્યાન રાખવુંપડે. વાહન ધીરે ચલાવવું.

કુંભ : આપના કામમાં કોઇને કોઈ રૂકાવટ-મુશ્કેલી લીધે કામકાજમાં વિલંબ જણાય. પત્ની-સંતાનની ચિંતા સતાવે. ખર્ચ થાય.

મીન : આપના કાર્યમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગનો સાથ-સહકાર પ્રાપ્ત કરી શકો. યાત્રા-પ્રવાસ મિલન-મુલાકાતનું આયોજન થાય.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :