Astro

વાંચો તમારું 26 સપ્ટેમ્બર 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
26 Sep 20261 min read
TukuTouch Logo
આજે મેષ રાશિના જાતકોને કામમાં પ્રતિકૂળતા અને સાસરી પક્ષે ચિંતા રહેશે. નાણાકીય વ્યવહારોમાં ધ્યાન રાખવું. કર્ક રાશિના જાતકોને આયાત-નિકાસના કામમાં સરળતા મળશે, પરંતુ બપોર પછી નોકરવર્ગથી તકલીફ જણાય. કન્યા રાશિના જાતકોને રાજકીય-સરકારી કામમાં સફળતા મળશે, જ્યારે મકર રાશિના જાતકોને યશ-પદ-ધનનો લાભ થશે. ધનુ રાશિના જાતકોને ઘર-પરિવાર અને નોકરી-ધંધાની ચિંતા સતાવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 26 સપ્ટેમ્બર 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપને કામમાં પ્રતિકૂળતા જણાય. સાસરી પક્ષે- મોસાળ પક્ષે બીમારી-ચિંતાનું આવરણ આવી જાય. નાણાકીય વ્યવહારોમાં ધ્યાન રાખવું.
વૃષભ : દિવસ પસાર થાય તેમ કામકાજમાં સાનુકૂળતા થતી જાય. આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય. હર્ષ-લાભ રહે.
મિથુન : હૃદય-મનની વ્યગ્રતા-બેચેની છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. મહત્વના નિર્ણય લેવાનું મુલતવી રાખવું.
કર્ક : આયાત-નિકાસના કામમાં, દેશ-પરદેશના કામમાં આપને સરળતા મળી રહે. પરંતુ બપોર પછી નોકર-ચકારવર્ગની તકલીફ જણાય.
સિંહ : આપે તન-મન- ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક- પારિવારિક પ્રશ્ને ચિંતા જણાય.
કન્યા : આપને મહત્વના કામમાં સરળતા મળી રહે. રાજકીય - સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થઇ શકે. આનંદ રહે.
તુલા : નોકરી-ધંધાના કામની સાથે બીજું કોઇ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપનો કાર્યભાર વધે.
વૃશ્ચિક : આપના રૂકાવટ- વિલંબમાં અટવાઇ પડેલા કામનો ઉકેલ આવતો જાય. બપોર પછી વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.
ધન : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા જણાય અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.
મકર : આપના યશ-પદ- ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આપને આનંદ જણાય. ધર્મકાર્ય - શુભકાર્ય થઇ શકે.
કુંભ : સામાજિક - વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા જણાય. આપના કામમાં સાનુકુળતા થતી જાય. ધંધામાં આવક જણાય.
મીન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. મિલન-મુલાકાતમાં સાનુકુળતા રહે.

  • અગ્નિદત્ત પદમનાભ