Astro

વાંચો તમારું 16 સપ્ટેમ્બર 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
16 Sep 20261 min read
TukuTouch Logo
આજનો દિવસ મેષ રાશિ માટે પ્રતિકૂળતાભર્યો રહી શકે છે, વાયરલ બીમારીથી સાચવવું. વૃષભ રાશિને શરૂઆતમાં દોડધામ બાદ સરળતા અને ધર્મકાર્યનો યોગ છે. મિથુન રાશિને ખર્ચ અને હરિફોથી પરેશાની થઈ શકે. સિંહ રાશિને યશ-પદ-ધનમાં વધારો અને ભાઈભાંડુનો સહકાર મળશે. ધન રાશિએ બેંક, વીમા, શેરના કામમાં સાવધાની રાખવી.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 16 સપ્ટેમ્બર 2026નું રાશિ ભવિષ્ય

મેષ : જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપના કામમાં પ્રતિકૂળતા થતી જાય. સીઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે.
વૃષભ : દિવસના પ્રારંભમાં દોડધામ-શ્રમ રહે. જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના કામમાં સરળતા થતી જાય. ધર્મકાર્ય થઈ શકે.
મિથુન : દિવસ પસાર થતો જાય તેમ આપના કામમાં હરિફવર્ગ- ઇર્ષ્યા કરનારવર્ગની તકલીફ જણાય. ખર્ચ-ખરીદી જણાય.
કર્ક : દિવસના પ્રારંભે બેચેની-વ્યગ્રતા જણાય. ધીરે-ધીરે આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય.
સિંહ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ જણાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે.
કન્યા : આપના કામમાં ઉપરીવર્ગ- સહકાર્યકરવર્ગ- નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામકાજ થઈ શકે.
તુલા : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધર્મકાર્ય-શુભકાર્યમાં ખર્ચ-ખરીદી જણાય.
વૃશ્ચિક : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ જળવાઈ રહે. રાજકીય-સરકારી કામ થાય.
ધન : આપે બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાવધાની રાખવી પડે. આવેશ-ઉશ્કેરાટમાં આવીને કોઈ કામ કરવું નહીં.
મકર : જેમ દિવસ પસાર થાય તેમ આપને કામમાં આકસ્મિક સાનુકૂળતા થતી જાય. કામનો ઝડપથી ઉકેલ લાવી શકો.
કુંભ : દિવસ પસાર થતો જાય તેમ આપને કામકાજ અંગેની વ્યસ્તતા થતી જાય. સીઝનલ ધંધામાં ઘર-પરિવારનો સાથ રહે.
મીન : સુસ્તી-બેચેની સાથે પ્રારંભ થયેલો દિવસ જેમ પસાર થતો જાય તેમ આપને રાહત થતી જાય. કામકાજમાં સાનુકૂળતા થતી જાય.
અગ્નિદત્ત પદમનાભ