Astro

વાંચો તમારું 07 જુલાઈ 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
7 Jul 20261 min read
TukuTouch Logo
જ્યોતિષી અગ્નિદત્ત પદમનાભ અનુસાર, મેષ રાશિના જાતકોએ કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી. વૃષભ રાશિના લોકોને કામમાં સાનુકૂળતા મળતાં ઉકેલ આવશે. મિથુન રાશિના જાતકો જમીન-મકાનના કામમાં વ્યસ્ત રહેશે. કર્ક રાશિના લોકોને દેશ-પરદેશના કામમાં પ્રગતિ થશે. સિંહ રાશિના જાતકોએ તન-મનથી સંભાળીને દિવસ પસાર કરવો. કન્યા રાશિના જાતકોના અગત્યના કામનો ઉકેલ આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 07 જુલાઈ 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપે કોર્ટ-કચેરીના કામકાજમાં સાવધાની રાખવી પડે. આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરે.
વૃષભ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનની ચિંતા ઓછી થાય.
મિથુન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામકાજમાં વ્યસ્ત રહેવું પડે.જમીન-મકાન-વાહનના કામકાજ થઈ શકે.
કર્ક : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. બદલી-બઢતીના કામમાં પ્રગતિ જણાય.
સિંહ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.
કન્યા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. હર્ષ-લાભ જણાય.
તુલા : નોકરી-ધંધાના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો જણાય.
વૃશ્ચિક : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને આપની પરેશાની દૂર થાય.
ધન : નોકરી-ધંધે જાવ તો આપને ઘર-પરિવારની ચિંતા જણાય અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને રહ્યાં કરે.
મકર : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ જણાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
કુંભ : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો જણાય. સામાજિક-વ્યવહારિક કામકાજ રહે.
મીન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. રાજકીય-સરકારી કામ અંગે મુલાકાત થાય.

  • અગ્નિદત્ત પદમનાભ