વાંચો તમારું 20 જુલાઈ, 2026નું રાશિ ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. કોર્ટ-કચેરીના કામમાં વ્યસ્ત રહેવાનું થાય.
વૃષભ : આપની બુધ્ધિ- અનુભવ - આવડત - મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો મળી રહે.
મિથુન : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ- રાહત જણાય નહીં. મિત્રવર્ગની ચિંતા અનુભવાય.
કર્ક : આપના કામમાં ઉપરીવર્ગ - સહકાર્યકરવર્ગ નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામ થઇ શકે.
સિંહ : સામાજિક- વ્યવહારિક કામકાજ અંગે દોડધામ- શ્રમ- ખર્ચ જણાય. ધંધામાં આવક જણાય. કામનો ઉકેલ આવતાં રાહત રહે.
કન્યા : આપના કામમાં સાનુકુળતા મળી રહે. આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ થઇ શકે. ઇચ્છિત વ્યકિત સાથે મુલાકાત થાય.
તુલા : આપે કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. આવેશ- ઉશ્કેરાટમાં આવી જઈને કોઇ કામ કરવું નહીં. ઉચાટ-ઉદ્વેગ રહે.
વૃશ્ચિક : આપના કામની કદર - પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. હર્ષ-લાભ રહે.
ધન : દિવસ દરમ્યાન આપે સતત કોઇને કોઇ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન- મકાન- વાહનના કામ થઇ શકે.
મકર : દેશ- પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. ભાઇભાંડુવર્ગ મદદરૂપ થાય.
કુંભ : સીઝનલ- વાયરલ બીમારીથી આપે સંભાળવું પડે. કામકાજમાં પ્રતિકૂળતા જણાય. નાણાંકીય લેવડ- દેવડમાં ધ્યાન રાખવું.
મીન : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. ધર્મકાર્ય- શુભકાર્ય થઈ શકે. મિલન- મુલાકાત થાય.
- અગ્નિદત્ત પદમનાભ









